Loading...

પ્રેમીના હાથે પ્રેમીકાની હત્યા : PMમાં ગળુ દબાવ્યાનો ઘટસ્ફોટ

હાલોલમાં બે પ્રેમીઓની લડાઈના પ્રેમપ્રકરણના કરૂણ અંજામમાં યુવતીને જીવ ગુમાવવા સાથે પ્રેમીને જેલના સળીયા ગણવાનો વારો

Divya Bhaskar Aug 28, 2018, 12:11 AM
હાલોલમાં કંજરો રોડ પર રહેતા ગાયત્રીના પરિવારજનો શોકમગ્ન તસવીરમાં નજરે પડે છે

હાલોલ: હાલોલમાં ટીવી શોમાં દર્શાવાતી નાટકીય ક્રાઈમ પેટ્રોલ સ્ટોરી જેવી સત્ય ઘટના બનવા પામી છે. 10 ઓગસ્ટના રોજ કંજરી રોડ પર આવેલી શિવજીપાર્ક સોસાયટીમાં રહેતી ગ્રેજ્યુએટ યુવતીનો તેના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યાનો બનાવ બન્યો હતા. આ બનાવમાં હાલોલ શહેર પોલીસની આધુનિક ઢબથી કરાયેલી તપાસમાં યુવતીના પ્રેમિ દ્વારા જ તેની હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસે હત્યારા પ્રેમિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બે પ્રેમિઓની લડાઈના પ્રેમપ્રકરણના કરુણ અંજામમાં યુવતીને જીવ ગુમાવવા સાથે પ્રેમિને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

તપાસમાં ગાયત્રીના કોલ ડિટેઈલ, ઘટના સ્થળ વિસ્તારના સીસીટીવી ચેક કરાયા હતા

બનાવની સનસનિખેજ ચકચારી ઘટનાની હકીકત મુજબ, હાલોલ કંજરી રોડ પર આવેલી 13 શિવજીપાર્ક સોસાયટીમાં રહેતા અને નર્મદા કચેરીમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સરદારભાઈ રાજપૂત તા.10 ઓગસ્ટના રોજ નોકરી પર ગયા હતા, અને પત્ની ઉષાબેન આશાવર્કર હોઈ ઇટવાડી ગયા હતા. દરમિયાન તેમની પાંચમી પુત્રી ગાયત્રી ઉ.વ. 21એસવાયબી કોમ નો અભ્યાસ પૂરો કર્યો હતો. તે એકલી ઘરે હતી દરમિયાન બારેક વાગ્યે સ્કૂલેથી આવેલા નાનો ભાઈ દર્શન આવતા રૂમમાં ગાયત્રી બેહોશ હાલતમાં પડી હતી. પંખાના હુક સાથે બાંધેલી સાડી લબળતી હતી.

પરિવારજનો દ્વારા પુત્રીએ આત્મહત્યા નહીં પણ તેણીની ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી

બાજુમાં ટેબલ પડેલું જોઈ દર્શને પિતા સરદારભાઈને ફોનથી જાણ કરી હતી. અને તેઓ એમ્બ્યુલન્સમાં ગાયત્રીને રેફરલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગાયત્રીને મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. અને આ બનાવમાં હત્યાની આશંકા સાથે પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ગાયત્રીના પરિવારજનોએ ગાયત્રીએ આત્મહત્યા નહીં પણ તેણીની ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત હતી. હાલોલ શહેર પી.આઇ બી.આર ગોહિલે હત્યાની થિયરી પર તપાસ શરૂ કરી હતી.

હત્યારા મનોજની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

દરમિયાન પીએમ રિપોર્ટ આવતા રિપોર્ટમાં ગાયત્રીનું ગળું દબાવવાને લઇ મોત થયાનું સપાટી પર આવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. પોલીસની આધુનિક ઢબની તપાસમાં ગાયત્રીના કોલ ડિટેઇલ, ઘટના સ્થળના સેલ આઈ ડી વિસ્તારના સી.સી ટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ હત્યાની ઘટનાનો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં થોડા સમય પહેલા જ ગાયત્રીના સુરત ખાતે રેલ્વેમાં ફરજ બાજવતા યુવાન સાથે લગ્ન નક્કી થયા હતા, તો બીજી તરફ ગાયત્રીએ નજીકની સોસાયટીમાં રહેતો કુલદીપ નામના યુવાન સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. તો ત્રીજા યુવક હાલોલ તાલુકાના વરસડાના મનોજસિંહ દિલીપસિંહ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોય છેલ્લા ઘણા સમયથી ગાયત્રીએ તેની સાથે બોલચાલ બંધ કરી દેતા મનોજ ધુવાફુવા થઈ ગયો હતો, અને રક્ષાબંધનના દિવસે ગાયત્રી તેના ભાઇ બહેન સાથે મંદિર ગઈ હતી.

હત્યારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

ત્યાં મનોજે આવી કહેલ કે તું મારી સાથે કેમ સબંધ નથી રાખતી મને ફોન કેમ નથી કરતી જો તું મારી નહીં થાય તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉ કહી ધમકી આપી ગયો હતો.. બનાવ ની સાંજે સાંજે ગાયત્રી અને કુલદીપ એ ભાગી જવાનો પ્લાન ઘડી કાઢીયો હતો. જેની ગંધ મનોજને આવી જતા મનોજ એ ગાયત્રીનું કામ તમામ કરી દેવાનો નિર્ણય કરી સવારે પોતાની વેગનઆર કાર લઇ કંજરી રોડ ઉમા સોસાયટી નજીક આવી ઉભો થઇ ગયો હતો. જેવા ગાયત્રીના માતા પિતા રિક્ષામાં બેસી રવાના થયા કે તરત જ મનોજ ચાલતો ગાયત્રીના ઘરે પોહચી જઈ ગાયત્રી કઈ સમજે તે પહેલાજ પાછળથી તેનું ગળું દબાવી રાખતા ગાયત્રી થોડી વાર તરફળડીયા મારી સદાય માટે શાંત થઈ ગઈ હતી. મનોજ સવારના નવ કલાકથી હાલોલમાં હતો.

હત્યારો સીસીટીવીમાં આબાદ કંડારાઇ ગયો હતો

તેમજ કંજરી રોડ પર ઉમા સોસાયટી નજીકના સીસીટીવી કેમેરામાં તેની ચહલ પહલ આબાદ કેદ થઈ ગઈ હતી. ગ્રેજ્યુએટ થયેલ અને ગોધરાની જાણીતી જવેલર્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય ટેક્નિકલ જ્ઞાનને લઈ પોલીસની પૂછપરછમાં પોતે 10 ઓગેસ્ટના રોજ તે હાલોલમા જ નહીં આવ્યાનુ રટણ રડતો હતો, પણ પોલીસે મનોજને સીસી ટીવી ફૂટેજ સહિતના પુરાવા બતાવતા મનોજ ભાંગી પડી ગુન્હાની કબૂલાત કરી હતી. પોલીસે ગાયત્રીની હત્યાના બનાવમાં મનોજની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે. તો ગાયત્રીના પરિવારે હત્યારા મનોજને જાહેરમાં ફાંસી આપી સમાજમાં દાખલો બેસે તેવું જણાવાયું છે.

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lover killing his beloved: in the throat and pressing to reveal PM
(News in Gujarati from Divya Bhaskar)