Loading...

કાલોલમાં હાઇવેનું પાણી આવતાં તળાવ ઓવરફ્લો : 50 પરિવારોનું સ્થળાંતર

તંત્ર દ્વારા સમસ્યાનું કોઇ નિરાકણર ના લાવતાં રહીશોની હાલત કફોડી, ઇન્દિરા નગર વસાહતમાં વરસાદી પાણી ઘુસ્યાં : 200 પરિવારોન

Divya Bhaskar Aug 24, 2018, 01:56 AM

ગોધરા: કાલોલ નગરમાંથી પસાર થતાં હાઇવેના લીધે આસપાસના ગામનું વરસાદી પાણી તળાવમાં આવતાં તળાવ ઓવરફલો થયું હતું.તળાવનું પાણી ઇન્દીરા નગર વસાહત ધુસી જતાં આશરે 200 રહીશોને સ્થળાંતર કરવાની નોબત આવી હતી. વસાહતમાં ગંદકી અને દુગર્ધ વચ્ચે પણ હજુ કેટલાક રહીશો રહી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી ચોમાસામાં વસાહતમાં પાણી ભરાઇ રહેતું હોવાથી અનેકવાર રજુઆત કરતાં કોઇ નિરાકણર આવ્યું નથી.

કાલોલમાં ઇન્દિરા નગર વસાહત વિસ્તાર શહેરની મધ્યે આવેલો વિસ્તાર છે.છેલ્લા એક અઠવાડીયામાં ભારે વરસાદ પડતાં તળાવ ઓવરફલો થતાં ઇન્દિરા નગર વસાહતમાં પાણી ધુસી ગયા હતા. વસાહત માં અંદાજિત 200 ઉપરાંત પરિવારો ઘણા વર્ષો થી વસવાટ કરે છે. ચોમાસા ની શરૂઆત થી અત્યાર સુધી પડેલા વરસાદ ને કારણે કાલોલ નું મધ્ય તળાવ ભરાઈ જતા પાણી ઈન્દીરા નગર વસાહત માં ઘુસી આવ્યા છે જેથી 50 થી પણ વધુ પરિવારો ના 200 ઉપરાંત લોકો ને સ્થળાંતર કરવા ની ફરજ પડી છે. 1500 ઉપરાંત રહીશો દર ચોમાસા ની શરૂઆત માં કાલોલ નગર અને આજુબાજુ ના વિસ્તારો માં 2 થી 3 મહિના માટે ભાડે ઘર શોધવા મજબુર બને છે.

પરંતુ કુદરત નો માર કહો કે પરિસ્થિતિ નું પરિણામ પણ આ રહીશો ને ભાડે મકાન પણ મળતું નથી.ઉપેક્ષિત વિસ્તાર હોય તેમ આ વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાવા ની સમસ્યા છેલ્લા 20 ઉપરાંત વર્ષો થી હોવા છતાં અહીં નગર પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ મદદ કરવા માં નથી આવતી એટલે સુધી કે છેક મુખ્ય મંત્રી સુધી પણ રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્યા નું કોઈ નિરાકરણ અત્યાર સુધી નથી આવ્યું.જયારે નગર પાલીકા એવું જણાવી રહી છે કે ગોધરા શામળાજીનો નવો હાઈવે બનાવવામાં આવ્યો જેને લઈને આજુબાજુના ગામોનું પાણી આ તળાવમાં આવી રહ્યું છે. અત્રેઉલ્લેખનીય છેકે તળાવ ની જમીન અને ઇન્દિરા નગર વિસ્તાર ની જમીન અંગે કોઈ સ્પષ્ટ રિમાર્કિંગ નહિ હોવા થી આ સમગ્ર મામલો કોર્ટે પહોચેલો છે.

અમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટે તમામ સુવિધાઓ છે

તળાવમાં છેલ્લા ૧૫ વર્ષથી પાણી ભરાવા નો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે , નવો હાઈવે બનાવવામાં આવ્યો જેને લઈને આજુબાજુના ગામોનું પાણી આ તળાવમાં આવી રહ્યું છે . તળાવની ક્ષમતા કરતા વધુ પાણી આવતા પાણી તળાવની પાસે આવેલ ઇન્દીરાનગર વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે , તંત્ર દ્વારા હમેશા આ પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવે છે , અને હાલમાં પણ તે કામગીરી ચાલુ જ છે અને અમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા માટે તમામ સુવિધાઓ છે , જો તમામ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડે તો પણ તેની વ્યવસ્થા કરવામાં આવી છે >મહેન્દ્ર સોલંકી,,સી.ઓ, કાલોલ નગર પાલિકા

અમને ઘર પણ કોઈ ભાડે આપતું નથી


ઇન્દિરા નગર વિસ્તારમાં ૫૦૦ ઉપરાંત ઘરો છે, અત્યારે તળાવમાંથી પાણી વસાહતમાં આવી ગયું છે , પાલિકામાં જાણ કરી છે પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી , પાણી ઘરોમાં ઘુસી ગયા છે. અમને ઘર પણ કોઈ ભાડે આપતું નથી , અત્યારે ૧૦ થી ૧૫ ઘરના લોકો બહાર નીકળી ગયા છે.-હાર્દિક ઠાકોર , સ્થાનિક

ચારે બાજુથી પાણી તળાવમાં વાળ્યું


અમારા ઘર આગળ પાણી બહુ ભરાઈ ગયું છે , ચુંટણી માં વોટ લેવા હોય ત્યારે પગે લાગવા આવે છે , ત્યારે અમે બેઠા છે એમ કહે છે , દેરોલ સ્ટેશન નું અને ચારે બાજુથી પાણી તળાવમાં વાળવા માં આવ્યું છે , બંધ કરીશું બંધ કરીશું પણ કોઈ કાર્યવાહી કરતુ નથી , અહીં પાણી ના લીધે રોગ પણ થયા છે.-રંજનબેન પરમાર , સ્થાનિક

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lake overflow of highway water coming in Kalol: migration of 50 families
(News in Gujarati from Divya Bhaskar)