ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રાનો રૂટ બદલવા વહીવટી તંત્રની હિલચાલ

ગણેશ વિસર્જન યાત્રાના રૂટનું ભાવિ 31 ઓગસ્ટે યોજાનારી મીટિંગ નક્કી થશે

Divyabhaskar.com Aug 30, 2018, 12:13 AM IST

ગોધરા: ગોધરામાં ઉજવાતાં ગણેશ મહોત્સવમાં નોમના દિવસે કાઢવામાં આવતી ગણેશ વિસર્જન યાત્રાનો વર્ષોથી નીકળતા રૂટને બદલે મંજુબા ધર્મશાળાએથી રુટ બદલવાનું સુચન વહીવટી તંત્રએ ગણેશ મંડળોની સાથેની મીટીંગમાં કર્યુ હતું.જયારે મોટાભાગના ગણેશ મંડળોએ ગણેશયાત્રાનો રૂટ વર્ષોથી છે તેને રાખવાનો અનુરોધ કર્યો. 
ગોધરા શહેરમાં  ગણેશજીની સ્થાપના કરીને ગણેશ મહોત્સવની ઉજવણી વર્ષોથી થયા છે.

 

ગોધરામાં ભગવાન  ગણેશજી પાંચ દીવસ સુધી અતીથી માણીને નુમ ના દિવસે વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા ગણેશ મહોત્સવ શાંતિમય અને ધામધુમથી ઉજવાય તે માટે ગણેશ મંડળો સાથે મીટીંગનો દોર ચાલુ કર્યો હતો. મંગળવારે કલેકટર કચેરીએ ગોધરાના ગણેશ મંડળો અને વહોવટીતંત્ર સાથે પોલીસ તંત્રની મીટીંગ યોજાઇ હતી. મીંટીગમાં આ વર્ષે ગણેશ વિસર્જન યાત્રા ગોધરાના વિશ્વકર્માના ચોકથી વિજય મહુર્તમાં શરૂ થઇને મોચીવાડ, પટેલવાડા રાની મસ્જીદ, કેસરી ચોક થઇને સટેશન રોડથી આગળ જાય છે.

 

પરંતુ મીંટીંગ માં વહીવટીતંત્રએ ગણેશ મંડળોને મંજુબા ધર્મશાળાથી શહેરા ભાગોળ જતી ગણેશયાત્રનો રૂટ બદલીને ગીદવાણી રોડ થઇ બાવાની મઢીથી તળાવ ઉપર વિસર્જન કરવાનું સૂચન આપ્યું હતું. જેતી મીંટીગમાં ઓછા ગણેશ મંડળો આવ્યા હોવાથી જિલ્લા કલેકટરે ગણેશ મંડળોને 31 ઓગસ્ટ ના રોજ યોજાવનારી મીંટીગમાં મંડળોને પ્રતિભાવ આપવાનું જણાવ્યું હતું. જયારે કેટલાક મંડળો વર્ષોથી જે રૂટ પરથી ગણેશયાત્રા નીકળે છે તેને યથાવત રાખવાનું જણાવ્યું હતું.વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવની મીંટીગમાં રૂટ બદલવાના સુચનો આવતા હતા. અને ગણેશ મંડળો વર્ષોથી ચાલતી આવતી યાત્રાનો રૂટ થયાવત રાખવાનું તંત્રને જણાવતા હતા.

 

ત્યારે આ વર્ષેની ગણેશ વિસર્જન યાત્રાના રૂટનુ ભાવિ 31 ઓગસ્ટના રોજ યોજાનારી મીંટીગ નક્કી થશે. ત્યારે રૂટ બદલવાની વાતો ગોધરા શહેર માં ચર્ચાનો વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. અગાઉ યોજાવેલી મીંટીગમાં કેટલાક ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની ઉવજણીના પાંચ દિવસને બદલે સાત દિવસની ઉજવણી કરવાની માંગ વહીવટી તંત્ર સામે કરી હોવાનું જાણવા મળી રહ્યું હતું,પરંતું વર્ષોથી ચાલતી પ્રથા અને પોલીસ બદોબસ્તનો કાફલો અગાઉથી નક્કી થઇ જતો હોવાથી વહીવટી તંત્રએ મંડળોની માંગણી ઠુકરાવી હતી.

 

જુનો રૂટ થયાવત રહેવો જોઇએ

ગોધરામાં આન બાન શાન થી વર્ષોથી જે રૂટ ઉપર ગણેશ વિસર્જન યાત્રાના નીકળે છે તે જ રહેવો જોઇએ જુના રૂટમાં શહેરા ભાગોળથી આગળ ઘણા મંદિરો આવતા હોવાથી શોભાયાત્રાને આશીર્વાદ મળતાં હોવાથી જુનો રૂટ થયાવત રહેવો જોઇએ પિયુશ ગાંધી, સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતી,કાર્યકારી પ્રમુખ


જોડાતા વાહનોને ફીટનેશનું સર્ટી આપશે

 

ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા વાહનો યાત્રા બંધ થઇ જવાથી યાત્રા યોગ્ય સમયે વિસર્જન થવાથી આ વર્ષે તંત્ર દ્વારા યાત્રામાં જોડાતા વાહનોને આરટીઓની ટીમ દ્વારા ચેક કરીને ફીટનેશ સર્ટી આપવામાં આવશે. તેમજ રસ્તા ઉપરના વિજ વાયરોને ઉચાં કરવા અને વિસર્જનયાત્રાના રૂટ ઉપર આવતાં રસ્તા ઉપર પડેલા ખાડા પુરવા નગર પાલીકાને કલેકટરે તાકીદ કરી હતી.તેમજ રૂટ ઉપર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી અને વધુ લાઇટની સુવિધા ઉભી કરવા કલેકટરે જણાવ્યું હતું


મૂર્તિ 9 ફૂટ રાખવાનું જાહેરનામું

 

સરકાર દ્વારા આ વર્ષે પણ ગણેશ મંડળો પોતાની પડાલ માં ગણેશજીની મુર્તિ 9 ફુટની ઉચી ન હોવાનું જાહેરનામું બહાર પાડયું હતું. પરંતું કેટલાક મંડળો દ્વારા નવ ફુટ કરતાં મોટી મુર્તી મંગાવી હોવાનું જણાઇ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ગણેશજીની મુર્તીનો કલર કુદરતી રંગનો હોવા જોઇએ અને મુર્તિ માટીની હોવાનું જાહેરનામામાં જણાવ્યુ હતું.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Movement of the administrative system to change the route of Ganesh Visarjan Yatra in Godhra
(News in Gujarati from Divya Bhaskar)