Loading...

અંધશ્રદ્ધાનું ભૂત: તાંત્રિક વિધી માટે બાળકીના દફનાવેલા મૃતદેહને બહાર કાઢી છેડછાડ કરાતાં હોબાળો

એક દિવસ અગાઉ જ છોટાઉદેપુરના ઝરી ગામના પરિવારે 50 કિ.મી. દૂર આવી બાળકીની અંતિમ વિધી કરી હતી

Divya Bhaskar Aug 23, 2018, 01:06 AM
આદિવાસી પંથકમાં અંધશ્રદ્ધાનું ભૂત હજુ પણ ધુણે છે

ઘોઘંબા: છોટાઉદેપુરના જેતપુર પાવીના દિનેશ ભાઇને બે વર્ષની પુત્રી કુદરતી કારણથી મૃત્યુ થતાં 50 કી.મી દુર ઘોઘંબાના સરસવા ગામના કોતર પાસે આવેલ સ્માશાનમાં દફનાવામાં આવી હતી. દફનાવ્યાના એક દિવસ બાદ ભુવાએ ખાડો ખોદીને દફનાવેલી બાળકીના મુતદેહને બહાર કાઢીને તાંત્રીક વિધી કરીને મુતદેહ સાથે છેડછાડ કરીને મૃતદેહ બહાર મુકીને જતો રહ્યો હતો. બનાવની જાણ દિનેશભાઇ તથા ગામજનો ધટના સ્થળેદોડી આવીને બનાવની જાણ પોલીસને કરી હતી.

પોલીસે ઘટના સ્થળે જઇ બહાર ખુલ્લામાં પડી રહેલી બાળકીના મૃતદેહને પુન: દફનાવી માનવતા દાખવી હતી. પોલીસે તાંત્રીક વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને ફરાર તાંત્રિકને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝરી ગામના દિનેશભાઇ ચામકભાઇની માસુમ દિકરી જશુબેનનું કુદરતી અવસાન તા.19 ઓગસ્ટના રોજ બિમાર પડતાં તેનું કુદરતી મોત થયુ હતુ. અને તેઓએ 50 કી.મી દુર ઘોઘંબાના સરસવા ગામના કોતરની બાજુના સ્મશાનમાં તા.20 ઓગસ્ટના રોજ રાઠવા જ્ઞાતિના રિવાજમુજબ બાળકીને દફનાવવામાં આવી હતી.

બાળકીને દફનાવ્યાના એક દિવસ બાદ છોટાઉદેપુરના ઝરી ગામનો ભુવા જાગરીયા અને બડવાની તાંત્રિક વિધિ કરતો તાત્રીક અમરસીંગ ફતાભાઇ રાઠવા તા.21 ઓગસ્ટે અંધારૂ થયા બાદ સરસવાના સ્મશાનમાં આવ્યો અને બાળકીના મૃતદેહને ખાડો ખોદી બહાર કાઢી મૃતદેહ સાથે છેડછાડ કરતો હતો. આ વખતે ગામ લોકો જોઇ જતા તે ભાગી ગયો હતો.

આ બનાવની જાણ ઝરી ગામે બાળકીના પરિવારને થતા તેઓ સરસવા આવ્યા અને સ્મશાનમાં બાળકીનો મૃતદેહ ખુલ્લામાં પડેલો જોતા અંચબામાં પડી ગયા હતા. બનાવની જાણ પોલીસને કરતાં તપાસ અધિકારી આકાશ પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પંચનામુ કર્યા બાદ બાળકીના મૃતદેહને પુન: વિધિસર દફનાવી દેવામાં આવ્યો હતો. રણછોડભાઇ રાઠવાએ રાજગઢ પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે ઘોઘંબા પીએસઆઇ જે.એન.ગઢવીએ તાત્રીક અમરસીંગ ફતાભાઇ રાઠવા વિરુદ્ધ ફરીયાદ નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

વધુ તસ્વીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: body of the child buried for the Tantric system, Bad Work with Died Body
(News in Gujarati from Divya Bhaskar)