Loading...

હાલોલ-વડોદરા રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે 4 ઝડપાયા

સ્ટેટ વિજિલન્સ-વડોદરા રૂરલ LCBએ 18.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Divya Bhaskar Aug 30, 2018, 01:54 AM

હાલોલ: સ્ટેટ વીજીલેન્સ અને વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસ એ ચોક્કસ બાતમીને લઇ હરિયાણા થી વિદેશી દારૂ નો જથ્થો લઇ આવતી બે કાર સાથે ચાર ઈસમો ને ઝડપી પાડી આંતરરાજ્ય દારૂ ના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે વડોદરા લઈ જવતા વિદેશી દારૂ ના જથ્થા સાથે ચાર ઈસમો નીધરપકડ કરી દારૂનો જથ્થો બે કાર મોબાઇલ ફોન અને રોકડ સહિત 18.82 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી હાલોલ અને વાઘોડિયા પોલીસ મથકે ગુના નોંધાયા છે


સ્ટેટ મોનેટરિંગ સેલ અને વડોદરા રૂરલ એલ સી.બી ને ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણા ના લાડવા થી બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા આવવાની છે. ની બાતમીને લઇ સ્ટેટ વિઝીલેન્સ ના પી.આઇ એમ. જે.ક્રિસ્ચન્ ,મનીષભાઈ.નર્વતસિંહે સહિત ની ટીમ એ હાલોલ કાલોલ રોડ પર તેમજ વડોદરા રૂરલ પોલીસ એ આસોજ નજીક મોડી રાતથી વોચ ગોઠવી હતી દરમિયાન વહેલી સવારે હાલોલ નજીક ના મધવાસ પાસે બાતમીવાળી સ્વીફ્ટ કાર આવી પહોંચતા વિઝીલેન્સ એ તેને અટકાવાની કોશિશ કરતા ચાલકએ પુરઝડપે હંકારતા તેનો પીછો કરતા નવજીવન હોટલ ના પાર્કિંગ માં કાર મૂકી ભાગવા જતા બે ઈસમો ઝડપાઇ ગયા હતા

કારની તલાશી લેતા કારમાં 436દારૂ ની બોટલો મળી આવી હતી ઝડપાયેલાના નામ પૂછતાં ગૌરવકુમાર શિવાનંદ ચૌહાણ રહે હરિયાણા અને વિક્રમ સતપાલજી યાદવ રહે હરિયાણા હોવાનું જણાવ્યું હતું દારૂનો જથ્થો કી.1.74.400.મોબાઇલ કી 5000.રોકડા 420 સહિત 6.29.820 નો મુદ્દામાલ જપ્ત કરી વિઝીલેન્સ એ હાલોલ પોલીસ મથક એ ગુન્હો દાખલ કરાવ્યો છે. જયારે વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસ એ એજ સમયે આસોજ પાસે વોચ માં ઉભી જોઈ ઇનોવા કાર ના ચાલક એ નજીક માં આવેલ રેલીસ હોટલ માં પાર્ક કરી ભાગવા જતા વિક્રમસિંહ નાઈ રહે સિનંદ હરિયાણા અને વીપીન રાણા રહે મોઇમોજરી હરિયાણા ઝડપાઇ ગયા હતા

કાર માં દારૂ ની 600 બોટલ કી 2.40.લાખ મળી આવી હતી પોલીસ એ 10.લાખ ની કાર 3 મોબાઇલ કી 5000.રોકડા 7700 મળી 12.52.700 નો મુદ્દામાલ જપ્ત કરી વાઘોડિયા પોલીસ મથક એ પ્રોહીબિશન નો ગુન્હો નોંધાયો છે દારૂ ભરેલી ઝડપાયેલા બંને કારો માં હરિયાણા ના લાડવા ગામે થી ફુલવિંદરસિંગ ઉર્ફે કાકે નામ ના ઇસમે દારૂ નો જથ્થો ભરાવ્યો હતો અને વડોદરા પહોંચડવાનો હોવાનું ઝડપાયેલા ઈસમો એ પોલીસ ને જણાવ્યું છે

તપાસમાં કારનો ખરો નંબર HR.39.D.9599હાલોલ નવજીવન હોટલ પરથી સ્ટેટ વિજીલેન્સ એ હરિયાણાથી વડોદરા આવતી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી. GJ.6.UA.6312 નંબર લખેલો હતો પણ પ્રાથમિક તપાસમાં કારનો ખરો નંબર HR.39.D.9599નું સપાટી પર આવ્યું છે.
આરોપીઓની યાદીકાર ચાલક ગૌરવકુમાર સિયાનંદ ચૌહાણ ઉ 36.રહે રાંદોર ઓડ કોલોની યમુનાનગર હરિયાણા.વિક્રમ સાતપાલજી યાદવ ઉ.26.રહે ધનોરા જટાન .લાડવા .કુરુક્ષેત્ર હરિયાણા ધરપકડ કરાઈ છે. ફુલવિંદરસિંગ ઉર્ફે કાકા ઉર્ફે કાકાસિંગ રહે લાડવા હરિયાણા, વિક્રમ સહબરામ નાઈ વીપીન ઉમેદસિંહ રાણાને વોન્ટેડ જાહેર કરાયા છે

વધુ તસવીર જોવા માટે આગળની સલાઇડ્સ પર કલિક કરો.....

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 4 arrested with alcohol-laden car from Halol-Vadodara road
(News in Gujarati from Divya Bhaskar)