મતદાર ફોટો ઓળખપત્ર વિના પણ મતદાન કરી શકાશે

News - 11 દસ્તાવેજો પૈકી એક દસ્તાવેજ રજૂ કરી શકશે

Divyabhaskar.com Apr 17, 2019, 06:50 AM IST
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાઈ. મતદારોને મતદાન ફોટો ઓળખકાર્ડ આપવામાં આવ્યાં છે, તેવા દરેક મતદારોએ મતદાન મથકે પોતાનો ઓળખ માટે આ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે.

જે મતદારો પોતાનું મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરી શકે તેમ ન હોય તેઓએ પોતાની ઓળખ માટે અન્ય 11 દસ્તાવેજો પૈકી એક દસ્તાવેજ રજુ કરવાનો રહેશે. આ દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળકકાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેની પાસબુક, પાનકાર્ડ, એનપીઆર હેઠળ રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, નરેગા જોબકાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, સંસદસભ્ય, ધારાસભ્ય ઓળખકાર્ડ, આધારકાર્ડનો સમાવેશ થાય છે.

Share
Next Story

ગળતેશ્વરના રાજુપુરામાં અપશબ્દો બોલવાની ના પાડતાં હુમલો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad News - voting can also be done without voter photo identification 065015
(News in Gujarati from Divya Bhaskar)