Loading...

જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ

આંદોલન | નડિયાદ, ડાકોર જેવા સ્થળોએ કોંગી કાર્યકરોએ ગુલાબના ફૂલ આપી વેપારીઓને બંધ રાખવા અપીલ કરી હતી બસ,...

Divya Bhaskar Sep 11, 2018, 03:15 AM
કેન્દ્રની કથિત નિષ્ફળતાઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને નડિયાદ સહિત ખેડા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. નડિયાદ શહેરમાં નજીવો પ્રતિસાદ સાંપડ્યો હતો તો જિલ્લાના અન્ય મથકોમાં ક્યાંક બંધ તો ક્યાંક બજારો ચાલુ રહી હતી. કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ ગુલાબનું ફૂલ આપી બજારોમાં ફરીને વેપાર-ધંધા બંધ રાખવા અપીલ કરી હતી. ડાકોર, સેવાલિયા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરોએ બજારોમાં ફરી બંધ પાળવા અપીલ કરી હતી.

નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટ તથા કાઉન્સીલર ઐયુબખાન પઠાણ સહિત અન્ય કાર્યકરોએ વિવિધ બજારોમાં ગુ઼લાબના ફૂલ આપી બંધ પાળવા અપીલ કરી હતી. સંતરામ સર્કલ અનુસંધાન પાના નં.3

કોંગી કાર્યકરો સવારથી જ નીકળી પડ્યા, મોટાભાગના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - જિલ્લામાં બંધને મિશ્ર, નડિયાદમાં નબળો પ્રતિસાદ
(News in Gujarati from Divya Bhaskar)