નિશ્ચિત ધ્યેય સાથે તૈયારી કરવાથી ધ્યેય પ્રાપ્તિનો રસ્તો સરળ બને છે : RDC

News - ખેડા જિલ્લાના કેરિયર કોર્નર ટીચર્સનો સેમિનાર અને કારકિર્દી આયોજન સપ્તાહ-2018નો પ્રારંભ મહેમદાવાદ તાલુકાની એમ.એન....

Divyabhaskar.com Sep 12, 2018, 03:12 AM IST
ખેડા જિલ્લાના કેરિયર કોર્નર ટીચર્સનો સેમિનાર અને કારકિર્દી આયોજન સપ્તાહ-2018નો પ્રારંભ મહેમદાવાદ તાલુકાની એમ.એન. શાહ હાઈસ્કૂલ, માંકવા ખાતેથી નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ કરાવ્યો હતો. ખેડા જિલ્લામાં 10થી 18મી સપ્ટેમ્બર દરમિયાન કારકિર્દી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં નિબંધ, લેખન અને વકતૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, નિશ્ચિત ધ્યેય સાથે તૈયારી કરવાથી ધ્યેય પ્રાપ્તિનો રસ્તો સરળ બને છે. જો પહેલાંથી તમારો ગોલ નક્કી હશે તો તેની તૈયારી માટે પુરતો સમય અને શિક્ષકોનો સહકાર મળી રહેશે.તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકશો. આ પ્રસંગ શ્વેતા પારગી, દિવ્યેશ આચાર્ય, આચાર્ય શૈલેષભાઈ રબારી, સંસ્કાર ભારતી, માંકવાના પ્રમુખ રમેશભાઈ વિગેરે હાજર રહ્યાં હતાં.

Share
Next Story

ખેડા જિલ્લા પં. સહકાર સમિતિના ચેરમેનના પિતા જુગારના સૂત્રધાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - નિશ્ચિત ધ્યેય સાથે તૈયારી કરવાથી ધ્યેય પ્રાપ્તિનો રસ્તો સરળ બને છે : RDC
(News in Gujarati from Divya Bhaskar)