Loading...

જિલ્લાના 12 દિવ્યાંગોને 5.50 લાખના ચેકનું વિતરણ

News - દિવ્યાંગજનોને સ્વાવલંબી બનાવવા 12 જેટલા લાભાર્થીઓને દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ રૂા. 5.50 લાખના ચેકનું વિતરણ...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 03:11 AM
દિવ્યાંગજનોને સ્વાવલંબી બનાવવા 12 જેટલા લાભાર્થીઓને દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ રૂા. 5.50 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટે કાર્યરત શૈક્ષણિક, રોજગાર, વ્યવસાય, રહેણાંક તથા લગ્ન જેવી અનેકવિધ સહાય માટેની યોજના અંતર્ગત 12 લાભાર્થીઓને આ સહાય ચૂકવવામાં આવી હતી.

આ લાભાર્થીઓમાં સોઢા પરમાર ભૂપેન્દ્રસિંહ કે.ને રૂા. 50,000/-ની ચૂકવણી કરવામાં આવી હતી. જ્યારે પઠાણ મોહસીનખાન વાય રૂા. 20,000/-, ભટ્ટ તેજલબેન એ. રૂા. 50,000/-, ચૌહાણ મીનાબેન આર. રૂા. 50,000/-, મલેક મહમદવસીમ એમ. રૂા. 1,00,000/-, ડાભી રાજેશભાઇ પી. રૂા. 40,000/-, પ્રજાપતિ અશ્ચિવનભાઇ એમ. રૂા. 1,00,000/-, પરમાર મુકુલભાઇ કે. રૂા. 50,000/-, રૂા. સોલંકી સુરસિંહભાઇ વી. રૂા. 40,000/- તથા સોલંકી રમીલાબેન અાર. રૂા. 50,000/- મળી કુલ રૂા. 5.50 લાખની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ સરકારી સહાયનું ખેડા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - જિલ્લાના 12 દિવ્યાંગોને 5.50 લાખના ચેકનું વિતરણ
(News in Gujarati from Divya Bhaskar)