Loading...

ખેડા પાસે ટ્રકની અડફેટે પત્ની અને પુત્રીની નજર સામે જ પિતાનું મોત

એક્ટિવા પર અમદાવાદ ખાતે જતાં કાળ ભરખી ગયો

Divya Bhaskar Sep 12, 2018, 03:11 AM
ખેડા નજીક ગત મોડી રાત્રેએ સર્જાયેલા અકસ્માતમાં ટ્રકની ટક્કરે એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પત્ની અને પુત્રી સાથે અમદાવાદ સંબંધીના ઘરે જવા નીકળેલાં યુવકને રસ્તામાં જ કાળ આંબી જતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ખેડાના વારસંગ ખાતે રહેતા અને કર્મકાંડ કરતાં અંકિતકુમાર જયદીપભાઇ વ્યાસ પત્ની ઉષાબહેન તથા પુત્રી શ્રેયાને લઇને એક્ટિવા નંબર જીજે-07-બી.એલ-8881 ઉપર વારસંગથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. આ સમયે બેફામ ગતિએ આવેલ ટ્રકના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં અંકિતભાઇ (ઉ.વ.28) ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઉશાબેન (ઉ.વ.26) અને માસુમ શ્રેયા (ઉ.વ.2.5) ને ઇજા થઇ હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ અજાણ્યા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસ કરી રહેલા ખેડા ટાઉન પોલીસ મથકના પોલીસકર્મી કનુભાઇનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ ટ્રક ચાલકની તપાસ કરવામાં આવી રહી છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - ખેડા પાસે ટ્રકની અડફેટે પત્ની અને પુત્રીની નજર સામે જ પિતાનું મોત
(News in Gujarati from Divya Bhaskar)