કણજરીના આધેડ જ્વારાના દર્શન કરવા જાવ છું તેમ કહી ક્યાંક ચાલ્યા ગયા

News - નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા આધેડ માતાજીના દર્શને ગયા બાદ પરત ન આવતાં આ મામલે ચકલાસી પોલીસ દ્વારા તપાસ હાથ...

Divyabhaskar.com Apr 18, 2019, 06:55 AM IST
નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા આધેડ માતાજીના દર્શને ગયા બાદ પરત ન આવતાં આ મામલે ચકલાસી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ તાલુકાના કણજરી ગામે રહેતા બાબુભાઇ હેમાભાઇ સોલંકી (ઉ.વ.67) ચૈત્રી આઠમના દિવસે ફળિયામાં માતાજીના જ્વારા હોવાથી દર્શન કરવા જવાનું કહીને સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા. જેથી પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી છે. જોકે તેમનો કોઇ પત્તો ન લાગતાં અંતે આ મામલે ચકલાસી પોલીસ મથકે તેમના પુત્ર ભીખાભાઇએ જાણ કરતાં, પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Share
Next Story

સંતો તો સંપ્રદાયની સાચી શોભા છે : આચાર્ય રાકેશપ્રસાદજી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad News - i have gone somewhere to say that i am going to see through the middle age of the grains 065542
(News in Gujarati from Divya Bhaskar)