જિલ્લામાં ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે

News - નડિયાદ સહિત મંદિરોમાં મારુતિ યજ્ઞ, અન્નકૂટ અને મહાપ્રસાદીનું આયોજન દાદાને તેલ અને સિંદૂરના અભિષેક સાથે...

Divyabhaskar.com Apr 17, 2019, 06:50 AM IST
ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજની હનુમાન જયંતિ મહોત્સવ ચૈત્રી પૂનમ, શુક્રવારને તા. 19 એપ્રિલના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. નડિયાદ સહિત જિલ્લાભરમાં હનુમાન જયંતિના રોજ મારૂતિ યજ્ઞ, અન્નકૂટ, ધ્વજારોહણ તથા સુંદરકાંડના પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભાવિકો તેલ, સિંદૂરનો અભિષેક કરી દાદાને રીઝવવાનો પ્રયત્ન કરશે. પૂનમ અને હનુમાન જયંતિને લઇ મંદિરોમાં ભાવિકોની ભીડ જામશે.

નડિયાદમાં હનુમાન જયંતિ માટે તડામાર તૈયારીઓ

નડિયાદ ખાતે પીજ ભાગોળમાં બાલા હનુમાન મંદિર તથા બસ મથક નજીક અને કોંકરણ સહિત શહેરમાં અન્ય વિસ્તારોમાં આવેલા વીર બજરંગ બલીના મંદિરોમાં ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ મંદિરોમાં યજ્ઞ અને અન્નકૂટનું આયોજન કરાયું છે. આ પ્રસંગે દાદાને સુંદર શણગાર કરવામાં આવશે. આ ઉપરાંત કાકરખાડ બારી પટેલ યુવક મંડળ દ્વારા કાકરખાડના પટેલ મેદાન ખાતે રાત્રે 9 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

સંધાણામાં પંખમુખી હનુમાન મંદિરે મહાયજ્ઞ થશે

માતરના રઘવાણજ ચોકડી વિસ્તારમાં આવલા પંચમુખી હનુમાનજીના મંદિરમાં પણ તા. 19 એપ્રિલના રોજ હનુમાન જયંતિના મહોત્સવની ઉજવણીરૂપે મહાયજ્ઞનું આયોજન કરાયું છે. સાંજે 5 વાગ્યે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે.

નેસ-ભૂમાપુરામાં બજરંગ બલિના પ્રખ્યાત મંદિરો છે

ખેડા જિલ્લામાં ઠાસરા પાસે નેસ અને મહેમદાવાદ નજીક ભૂમાપુરાગામે આવેલા હનુમાનજીના મંદિરો પ્રખ્યાત છે. જ્યાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીરૂપે મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું છે. ઉપરાંત દાદાને 56 ભોગના અન્નકૂટ ધરાવવામાં આવશે. વીર બજરંગ બલીના જયઘોષથી મંદિરો ગૂંજી ઉઠશે. સ્થાનિક તેમજ અન્ય સ્થળોએથી ભાવિકો દર્શન માટે ઉમટી પડશે.

Share
Next Story

ગળતેશ્વરના રાજુપુરામાં અપશબ્દો બોલવાની ના પાડતાં હુમલો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad News - hanuman jayanti mahotsav will be celebrated in chaitri poonam in district 065008
(News in Gujarati from Divya Bhaskar)