Loading...

મહુધા બેઠક પર હારનું કારણ ખુદ ભાજપના આગેવાનો : ભારતસિંહ

કોંગ્રેસમાં ભડકો ભાજપમાં જોડાયેલા કોંગી ક્ષત્રિય નેતા ગુમાવ્યાં

Divya Bhaskar Aug 28, 2018, 11:18 PM

નડિયાદઃ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં મહુધા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતસિંહ પરમારે માત્ર દસ માસના ટૂંકાગાળામાં જ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પોતાને હરાવવા માટે ભાજપના આગેવાનો, હોદે્દારો અને કાર્યકર્તાઓના ષડયંત્રના પરિણામરૂપે પોતાનો પરાજય થયો હોવાનો ખુલ્લો આક્ષેપ તેઓએ મંગળવારે નડિયાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કર્યો હતો અને સખત નારાજગી સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણીને પોતાના રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હોવાનું તેમણે મંગળવારે જાહેર કર્યું હતું.

રાજીનામુ પ્રદેશ પ્રમુખને મોકલ્યું: શિસ્તનો અભાવ હોવાનો આક્ષેપ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાને થયેલા કડવા અનુભવનું વર્ણન કરતા ભારતસિંહે જણાવ્યું હતું કે, મહુધા બેઠક પર ભાજપની જીતને પરાજયમાં ફેરવવાનું કામ ખુદ ભાજપના જ આગેવાનો અને કાર્યકર્તાઓએ કર્યું છે. ભાજપમાં શિસ્ત અને સંગઠનનો અભાવ હોવાથી હું પાર્ટીમાં કામ કરવાનો જે સંકલ્પ લઇને આવ્યો હતો, તે આશા ઠગારી નિવડી છે.

દેવુસિંહ ચૌહાણ સહિત અમિત શાહ, વિજય રૂપાણી સહિત અન્ય હોદે્દારોને રાજીનામાની નકલ મોકલી

ચૂંટણી બાદ હારજીતની જિલ્લા તેમજ પ્રદેશકક્ષાએ કોઇ સમીક્ષા કરાઈ નથી, તેમજ પોતાને પક્ષમાં કોઇ કામ પણ સોંપવામાં આવતું નથી. આખરે આ મુદે્ ભારતસિંહે નારાજગી સાથે મંગળવારે પોતાના રાજીનામાનો પત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત ખેડા જિલ્લાના ભાજપના પ્રમુખ દેવુસિંહ ચૌહાણ સહિત અમિત શાહ, વિજય રૂપાણી સહિત અન્ય હોદે્દારોને રાજીનામાની નકલ મોકલી હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસમાં જોડાવવું કે કેમ ? તે અંગે વિચારીશ

ભારતસિહે ભાજપમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હવે મારે કોંગ્રેસમાં જોડાવવું કે કેમ ω તે અંગે અત્યારે મેં કંઇ વિચાર્યુ નથી. આગામી દિવસોમાં હું આ બાબતે નિર્ણય કરીશ. અત્યારે તો ભાજપ સાથે રહેવું નથી, બસ એટલી જ વાત છે.

ગત ડિસેમ્બર માસમાં જ કોંગ્રેસનો છેડો ફાડ્યો હતો

ભારતસિંહ પરમાર અગાઉ ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે તથા ખેડા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતાપદે રહી ચૂક્યા છે.તેઓને મહુધા બેઠક પર ભાજપની ટિકિટ આપવામાં આવી હતી. પણ તેઓનો પરાજય થયો હતો. આ પરાજય માટે તેઓએ ખુદ ભાજપના આગેવાનો અને હોદે્દારો જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The reason for defeat on the Mahudha seat is that of BJP leaders: Bharatsinh Singh
(News in Gujarati from Divya Bhaskar)