Loading...

ભથવાડા ટોલનાકેથી સ્કોડામાંથી 40 હજારનો દારૂ જપ્ત કરાયો

અમદાવાદ અને મહેમદાવાદના યુવકોની ધરપકડ

Divya Bhaskar Sep 11, 2018, 02:21 AM
દાહોદ-ગોધરા હાઇવે ઉપર બપોરના સમયે 40 હજાર રૂપિયાનો કિંમતનો દારૂ ભરેલી સ્કોડા ગાડી પોલીસે ઝડપી પાડી હતી. દારૂની હેરાફેરી કરી રહેલાં અમદાવાદ અને મહેમદાવાદના યુવકોની ધરપકડ કરીને દેવગઢ બારિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્ય પ્રદેશ તરફથી વિદેશી દારૂ આવી રહ્યો હોવાની બાતમીના આધારે દેવગઢ બારિયાના પીએસઆઇ બી.જી રાવલ સહિતના સ્ટાફે દાહોદ-ગોધરા હાઇવે ઉપર ભથવાડા ટોલનાકે નાકાબંધી ગોઠવી હતી. બપોરના 12.30 વાગ્યાના અરસામાં જીજે-5-સીકે-0092 નંબરની સ્કોડા ગાડીને શંકાના આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ ગાડીમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો અને બિઅરના પતરાના ટીન મળી આવ્યા હતાં. 40800 રૂપિયાની 192 બોટલો કબજે લઇને દારૂની હેરાફેરી કરી રહેલાં અમદાવાદ નીકોલના કેતન મનહર પટેલ અને મહેમદાવાદના જરાવત ગામના ભારતસિંહ અંદરસિંહ ઝાલાની ધરપકડ કરીને તેમની પાસેથી બે મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા હતાં. કોન્સ્ટેબલ અયુબભાઇ સીમોનભાઇની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - ભથવાડા ટોલનાકેથી સ્કોડામાંથી 40 હજારનો દારૂ જપ્ત કરાયો
(News in Gujarati from Divya Bhaskar)