આખુ વર્ષ ભંડોળ ભેગુ કરી શ્રીજીની સૌથી ઊંચી લવાતી પ્રતિમા

News - ગણેશ મહોત્સવ | દાહોદમાં રાવલીયાવાડની 16 ફુટ ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર : ભવ્ય શોભાયાત્રા સાથે સામૈયું થયું ...

Divyabhaskar.com Sep 11, 2018, 02:21 AM IST
દાહોદમાં પડાવ વિસ્તારમાં આવેલ રાવળવાડ ગણેશ મંડળ દ્વારા દાહોદ શહેરની સંભવિત સૌથી ઉંચી પ્રતિમાનું આગમન થતા જબરું લોક આકર્ષણ જન્મ્યું હતું. આશરે 16 ફૂટ ઉંચાઈ ધરાવતી આ મસમોટી પ્રતિમા ગોધરા ખાતેથી રવિવારે રાતના સમયે બાય રોડ દાહોદ આવતા રસ્તાની બંને બાજુ આ વિશાળ પ્રતિમાને નિહાળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાવળવાડની પ્રતિમા અને તેની ઝાંખીનું અનોખું લોકઆકર્ષણ રહ્યું છે. આ વર્ષે રાવળ સમાજની ગણેશ પ્રતિમા, બેક ગ્રાઉન્ડમાં ત્રણ હાથીની વ્યાસપીઠ ધરાવતી છે. આમ, આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા રાવળ સમાજ દ્વારા અનન્ય ધાર્મિક ભાવનાને લઈને વિશાળ પ્રતિમા સાથે પ્રતિ વર્ષે તેને આનુષાંગિક કૈંક ને કૈંક અલગ જ ઝાંખી રચતા રાવળ જ્ઞાતિજનો આ કાજે છેલ્લા કેટલાક વર્ષોથી દર અઠવાડિયે સમાજના 10 થી 12 યુવાનો એક કુટુંબ દીઠ 200 રૂપિયા એકઠા કરે છે. સમાજના જ યુવાનો દ્વારા દર વર્ષે તૈયાર થતી બરફમાં ચાલીને દર્શન માટે પહોંચવાનું અને એવી ઝાંખીઓનું દાહોદમાં આ વિસ્તારનું ઘેલું છે ત્યારે આ વર્ષે દીવા અને પાણીની નવતર પ્રકારની ઝાંખી સમાજના જ કલાકારો તૈયાર કરી રહ્યા છે.

દાહોદ શહેરના રાવળવાડ વિસ્તારના શ્રીજીની સૌથી ઉંચી પ્રતિમાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યુ હતુ.

Share
Next Story

દાહોદ જિ.માં કોંગ્રેસ દ્વારા બંધ રાખવા વેપારીઓને વિનંતી કરાઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - આખુ વર્ષ ભંડોળ ભેગુ કરી શ્રીજીની સૌથી ઊંચી લવાતી પ્રતિમા
(News in Gujarati from Divya Bhaskar)