Loading...

પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો

પરીણિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો

Divya Bhaskar Sep 12, 2018, 02:20 AM
દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામે એક ઘરમાં ઘુસી પરીણિતાની લાજ લેવા માટે મોઢુ ઓઢણીથી બાંધી દેવાયું હતું. જોકે, નાની છોકરી મોટેથી રડવા લાગતાં જાગી ગયેલા પરિવારે યુવકને રંગેહાથ ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો. પરીણિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામના તાડ ફળિયામાં રહેતી 23 વર્ષયિ પરીણિતા 25/6/2018ના રોજ રાતે પોતાની છોકરીને સુવાડી રહી હતી તે વખતે કાળી ડુંગરી ગામનો સવજીભાઇ મંગાભાઇ કોળી નામનો યુવક રાતના એક વાગ્યાના અરસામાં તેના ઘરમાં ઘુસી ગયો હતો. તે વખતે પરીણિતાએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતાં સવજીએ મોતની ધમકી આપી હતી. આ સાથે ઓઢણીથી પરીણિતાનું મોઢુ બાંધી દાધુ હતું. નાની છોકરી મોટેથી રડવા લાગતાં પરિવારના માણસો જાગી ગયા હતાં. સવજીને પરિવારના લોકોએ ઝડપી પાડ્યો હતો. દેવગઢ બારિયા પોલીસને સોંપી દઇને પરીણિતાની ફરિયાદના આધારે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - પરીણિતાની લાજ લેવા ઓઢણીથી મોઢુ બાંધ્યું, બાળકી રડતાં યુવક ઝડપાયો
(News in Gujarati from Divya Bhaskar)