દાહોદમાં ભગવાન મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકની ઉત્સાહભેર ઉજવણી થઈ

News - દાહોદ. સમગ્ર વિશ્વમાં રહેતા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સમગ્ર પર્યુષણ પર્વના સૌથી મોટા દિવસ ગણાતા ભાદરવી...

Divyabhaskar.com Sep 12, 2018, 02:20 AM IST
દાહોદ. સમગ્ર વિશ્વમાં રહેતા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સમગ્ર પર્યુષણ પર્વના સૌથી મોટા દિવસ ગણાતા ભાદરવી એકમના દિવસે જૈનોના 24 મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આજે દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ઉછામણીઓ બોલવામાં આવી હતી. જેમાં માતા ત્રિશલાને જે સ્વપ્ન આવ્યા હતા. તે તમામ 14 સ્વપ્નનું અવતરણ કરવાની ઉછામણી બોલાઈ હતી. આ ઉછામણીઓ બાદ બપોરે કલ્પસૂત્રનું અને ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન શરૂ થયું હતું. આ દરમ્યાન પ્રભુના જન્મની ઘડી આવતા ઢોલનગારા સંગ શ્રીફળો વધેરી આવકારી હતી. તમામ શ્રાવકોએ પ્રભુને પારણે ઝુલાવ્યા હતા. બાદમાં પારણું અને 14 સ્વપ્નો સાથેની શોભાયાત્રા હનુમાન બજાર સ્થિત ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર પહોંચી હતી. ત્યાંથી શ્રાવક હેતલ ચંપકલાલ પૂજારીજીના ત્યાં શોભાયાત્રા લઈ જવામાં આવી હતી. સમગ્ર પર્યુષણ દરમિયાન સૌથી મહત્વના દિવસ તરીકે સ્થાપિત આ એકમના દિવસની દાહોદના સમગ્ર જૈન સંઘ દ્વારા ઉજવણી કરી હતી.

વેડ બુનિયાદી પ્રા.શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન

ધાનપુર તાલુકાના વેડમાં આવેલી ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળામાં આજરોજ તાલુકાના વેડ, રામપુર અને નાટક નાકટી કલસ્ટર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં ભાજપના મહામંત્રી સરદાર ભાઇ બારીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુતસિહ ચૌહાણ,સી.આર.સીઓ શિક્ષકો, આચાર્યો અને બાળ વૈજ્ઞાનીકો ઉપસ્થિત રહીને આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

દાહોદની શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

દાહોદ. જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ-1 તથા સરસ્વતી વિદ્યાધામ ટ્રસ્ટ દાહોદના સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તા.10 સપ્ટેમ્બરને સોમવારના રોજ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર દાહોદમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

દાહોદ BOI દ્વારા સેંટ મેરી હાઇસ્કૂલમાં હિન્દી વાદવિવાદ સ્પર્ધાનું આયોજન

દાહોદ. બેન્ક ઓફ ઇન્ડિયાની દાહોદ શાખા દ્વારા હિન્દી દિવસની ઉજવણિના ભાગરૂપેસેંટ મેરી હાઇસ્કૂલમાં માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તા.10 સપ્ટેમ્બરના રોજ વાદ વિવાદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાદ વિવાદ સ્પર્ધા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સેંટ મેરી હાઇસ્કૂલના સ્થાપકે અને મેનેજિંગ ટ્રસ્ટી ઝુબિન કોન્ટ્રાક્ટર તથા અતિથિ વિશેષ પદે બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોનલ ઓફીસના રાજભાષા વિભાગના વડા કિશોર સોનાર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ સકીનાબેન ગુલામઅલી, દ્વિત્ય સૃષ્ટિબેન દલાલ અને તૃત્ય સમર્થ ચૌધરી રહ્યા હતાં.

ગાંગરડીથી અંબાજી જવા પગપાળા સંઘ 140 પદયાત્રીઓ સાથે ગાંગરડીથી રવાના

ગરબાડા. જય માં ભવાની પગપાળા સંઘ ગાંગરડી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગાંગરડીથી અંબાજી પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 140 જેટલા પદયાત્રીઓએ તા.11 સપ્ટેમ્બરના રોજ માતાજીના જયજયકાર સાથે બાવન ગજની ધજા સાથે માતાજીનો રથ લઈને ગાંગરડીથી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું છે.

‘‘બોલ માડી અંબે, જય જય અંબે’’ના જયકાર સાથે 52 ગજની ધજા સાથે અંબાજી સુધી પગપાળા નીકળતા દાહોદના પદયાત્રીઓ

ભાદરવા માસના પ્રારંભ સાથે જ ‘‘બોલ માડી અંબે, જય જય અંબે’’ના જયજયકાર સાથે દર વર્ષની માફક દાહોદમાંથી અનેક શ્રધ્ધાળુઓ દ્વારા સાંજથી લઇ રાત સુધી નયનરમ્ય ઝાંખી સાથેની અનેક સવારીઓ અંબાજી સુધી પગપાળા જઈ રહી છે. દાહોદના અનેક શ્રદ્ધાળુઓ 52 ગજની ધજા સાથે શહેરમાંથી પસાર થતા લોકોમાં આ ધજાનું આકર્ષણ જન્મી રહે છે.

બાટણપુરા પ્રા.શાળા CRC કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝળકી

દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર કલસ્ટરનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તા.10 સપ્ટેમ્બરના રોજ નવાનગર પ્રા.શાળા ખાતે યોજાયુ હતું. જેમાં બાટણપુરા પ્રા.શાળાના શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલના માર્ગદર્શન હેઠળ બાળવૈજ્ઞાનિકોએ વિભાગ-5 ગાણિતિક નમૂના નિર્માણમાં તૈયાર કરેલ ચક્ર ફેરવો અને સરવાળો બાદબાકી કરો કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આ મોડેલ દ્વારા બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે છે તથા સરવાળા અને બાદબાકી સરળતાથી શીખી શકે છે.

ધાનપુરના ગુમલીની આશ્રમ શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઊધાલમહુડામાં આવેલી શ્રી પ્રમુખ સ્વામી માધ્યમિક આશ્રમશાળા ગુમલી ખાતે ડૉ.રાધાકૃષ્ણન સર્વપલ્લીનું સ્મરણ કરતા શિક્ષકદિનની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 30 બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને દિવસ દરમ્યાન શિક્ષણકાર્ય કરાવ્યું હતું. શાળાના શિક્ષકોએ બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શ્રી જી.પી.ધાનકા શાળાના વિદ્યાર્થીઓએ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો

દાહોદ. તા.10 સપ્ટેમ્બરના રોજ સરસ્વતી શિશુ વિદ્યામંદિર દાહોદ ખાતે મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ-1નો ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ વિભાગો હતા. શ્રી જી.પી.ધાનકા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વિભાગ-1 ખેતીમાં રોબોટ પંપ દ્વારા વગર માનવે જંતુનાશક દવા કેવી રીતે ખેતીમાં નાખી શકાય તેની કૃતિ રજુ કરી હતી.

સંતરામપુરના નાનીસરસણમાં 30 જેટલા શિક્ષકોનું સન્માન કરાયું

નાની સરક્ષણ જ્ઞાન પરબ ઉપક્રમે નાની શક્ષણ ગામના બાલમંદિરથી ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુધીના તમામ 30 જેટલા શિક્ષક મિત્રોને સન્માનવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ શિક્ષક દિને યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વડીલ વયોવૃદ્ધ કેળવણીકાર શિક્ષક જશુદાદા ગઢવી હતા.કાર્યક્રમના પ્રેરક જ્ઞાન પરબના પ્રમુખ મનહરભાઇ પંચાલ મુખ્ય મહેમાન પદે સંતરામપુર આર્ટ્સ કોલેજના પ્રોફેસર નીતિન પંડ્યા અને હિરેનભાઇ પટેલ (સીઆરસી )તથા રમણભાઇ ચંદાણા પ્રમુખ, એસએમસી અને ગ્રામજનો તથા વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ ભર્યુ સ્વાગત પ્રવચન આચાર્ય શ્રી ભોમાનંદ વિદ્યાલય ના પ ટેલ સાહેબે કર્યું હતુ. “સાહેબ મારા જીવનના પાઠ ભણાવો “ને શિષ્ય પ્રાર્થના સુમધુર કંઠે બાલિકાઓએ કરી હતી.

વાડી માતારીઆ ખાતે થઈ શિક્ષક દિનની ઉજવણી

મોરવા(હ)ની વાડી માતારીઆ પ્રા.શાળા શાળામાં.અભ્યાસ કરતા બાળકોને શાળા પરીસરની સંપૂર્ણ જવાબદારી સોંપીને શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના 25 જેટલા બાળકોએ શિક્ષક બનવાનો લ્હાવો લીધો હતો.. શાળાની વિદ્યાર્થિનીઓ પણ શિક્ષિકાના ટ્રેડિશનલ ડ્રેસ સાડી પહેરીને આ અવસરને પોતાના જીવનમાં યાદગાર બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે તમામ બાળકોના અભિપ્રાય લઈને આ અવસરની ઉજવણી સમાપ્ત કહેવામાં આવી હતી.

દયાળ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી

ગોધરા : ગોધરા તાલુકામાં આવેલ દયાળ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો.3 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શિક્ષણકાર્ય કર્યુ હતુ. શાળાના મધ્યાહન ભોજન સંચાલક બેન મછાર રેખાબેન મુકેશભાઇ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.

શ્રી સરસ્વતી વિદ્યાલય વાંકડીમાં મહાપ્રસાદનું આયોજન કરાયું

સંતરામપુર : સંતરામપુર તાલુકાની વાંકડી ગામે આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં શાળા દ્વારા સ્વશાસન દિનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ભોજન પિરસવામાં આવ્યુ હતુ.

દાહોદના આચાર્યને મુંબઈ ખાતે એવોર્ડ પ્રાપ્ત થયો

દાહોદ, દાહોદની લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય કૃતાર્થ જોશીને શિક્ષણ ક્ષેત્રે સક્રિયતા માટે તાજેતરમાં રોટરી વેસ્ટ કોસ્ટ તરફથી પૂણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો નીતિન કમલાકરના હસ્તે મુંબઈ ખાતે નેશનલ બિલ્ડર એવોર્ડ એનાયત થયો હતો.

ધાનપુર ITIમાં પ્રવેશ મેળવવા જોગ

દાહોદ. આઇટીઆઇ ધાનપુર ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૧૮ ના ચોથા રાઉન્ડ દરમ્યાન જુદા જુદા ટ્રેડની બેઠક મેરિટનાં ધોરણે ભરાશે. પ્રવેશ મેળવવા પાત્ર ટ્રેડમાં વુલ્ડર, એમ.એમ.વી અને સુઇંગ ટેકનોલોજી ટ્રેડની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રવેશ અંગેની તમામ માહિતી સંસ્થા ખાતે કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. પ્રવેશ મેળવવા ઇચ્છુકો તા. ૧૫/૯/૨૦૧૮ સુધી રજીસ્ટેશન કરાવી લેવું એ મુજબનું ધાનપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યએ જણાવવામાં આવ્યું છે.

Share
Next Story

દાહોદમાં આખો દિવસ વીજ કાપથી પ્રજા ગરમીમાં શેકાઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - દાહોદમાં ભગવાન મહાવીરસ્વામીના જન્મ કલ્યાણકની ઉત્સાહભેર ઉજવણી થઈ
(News in Gujarati from Divya Bhaskar)