રણધિકપુર ગામને જોડતો ધોરીમાર્ગ એક જ વર્ષમાં ખખડધજ બન્યો

News - વર્ષ પહેલા PWD વિભાગ લીમખેડાની દેખરેખ હેઠળ રસ્તો બન્યો બાઇકચાલકો તેમજ કાર ચાલકોનાં અકસ્માતની ઘટનાઓ વધી

Divyabhaskar.com Sep 12, 2018, 02:17 AM IST
સીંગવડ તાલુકાના રણધીકપુર ગામને ધોરીમાર્ગ પીપલોદ સાથે જોડતો રસ્તો લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ 1 વર્ષ પહેલા પીડબલ્યુડી વિભાગ લીમખેડાની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નવો બનાવવામાં આવ્યો હતો. જેન વરસાદના પહેલા રાઉન્ડમાં જ વરસાદ પડવાના કારણે ઠેર ઠેર ટુટી જવા સહિત બેસી જવાના બનાવો બન્યા છે.

જ્યારે રણધીકપુર પ્રાથમિક શાળા નજીક અને રણધીકપુર મલેકપુરની વચ્ચે નવા બનાવવામાં આવેલ નાળાનો વરસાદી પાણી ભરાતા નાળાઓ એક એક ફુટ બેસી જવાના કારણે મોટર સાઇકલ ચાલકો તેમજ કાર ચાલકોને અકસ્માતની ઘટનાઓ સાથે પંકચર થવાના બનવો દિનપ્રતિદિન વધવા પામ્યા છે. આજુબાજુના રહીશોના કહેવા પ્રમાણે નાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું ત્યારે નાળા મુકીને માટીનું પુરણ જ કરાયું છે. આમ ટુટી ગયેલો રસ્તો તેમજ બેસી ગયેલા નાળા નવા બનાવવામાં આવે તેવી રંધીકપુરની જનતાએ માંગ કરી છે.

Share
Next Story

લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - રણધિકપુર ગામને જોડતો ધોરીમાર્ગ એક જ વર્ષમાં ખખડધજ બન્યો
(News in Gujarati from Divya Bhaskar)