Loading...

દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.3થી અંગ્રેજી અને ધો.4થી હિન્દી વિષય ભણાવાશે

બીજા સત્રથી બંને વિષયનું જ્ઞાન પીરસવાનો નિર્ણય : ધો.1થી 4માં ગુજરાતી, પર્યાવરણ, ગણિત જ ભણાવાતું હતું

Divya Bhaskar Sep 10, 2018, 02:06 AM
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ વધે અને તેઓ વિવિધ ક્ષેત્રે પાછળ ન રહી જાય છે તે માટે સરકાર દ્વારા અન્ય વિષય સાથે હવે અંગ્રેજી વિષયને ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અનૌપચારિક રીતે ધો. 3થી જ અંગ્રેજી તેમજ ધો.4થી હિન્દી વિષય ભણાવવાનો આદેશ કરાયો છે. આ અભ્યાસ દિવાળી બાદ બીજા સત્રથી શરૂ કરવામાં આવશે. તેના કારણે જિલ્લામાં ધો.3 અને 4માં ભણતાં 1 લાખ છાત્રોને પાયાથી જ આ વિષયોનું જ્ઞાન મળતું થશે.

દાહોદ જિલ્લામાં 1650 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં 3,50,000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 થી અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ શરૂ થતો હતો. ધોરણ 1 થી 4 સુધી ગુજરાતી, પર્યાવરણ અને ગણિત વિષય જ ભણાવવામાં આવતો હતો. ત્યારે હવે જિલ્લામાં ધોરણ 3થી જ અંગ્રેજી વિષય ભણાવવાનો શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને

... અનુ. પાન. નં. 2

બીજા સત્રથી અમલ કરાશે


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.3થી અંગ્રેજી અને ધો.4થી હિન્દી વિષય ભણાવાશે
(News in Gujarati from Divya Bhaskar)