વલાસણ-કઠાણામાં અકસ્માતમાં 2 બાઇકસવાર, રાહદારીનું મોત

News - ગુરુવારે 3ના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ હાથ ધરી

Divyabhaskar.com Apr 18, 2019, 05:55 AM IST
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં ત્રણનાં મોત નીપજ્યા હતા. જેમાં આણંદ પાસેના વલાસણમાં એક બાઈક ચાલકે રાહદારીને જ્યારે બોરસદ તાલુકાના કઠાણામાં બે બાઈક સામ-સામે અથડાયા બે બાઈક સવારના મોત નીપજ્યાં હતા.

વલાસણ પટેલ સોસાયટી પાસે આવેલી ઈન્દિરા કોલોનીમાં રહેતાં દિનેશભાઈ ખોડાભાઈ પરમાર તેમના 68 વર્ષીય પિતા ખોડાભાઈ શનાભાઈ પરમાર સાથે સોમવારે સાંજે ચાલતા-ચાલતાં વલાસણ મહાદેવ મંદિરેથી ઘર તરફ આવી રહ્યા હતા. દરમિયાન એ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને પગલે તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. એ જ રીતે બીજા બનાવમાં કઠાણા સ્થિત કરસનપુરા પાટીયા પાસે નરેન્દ્રભાઈ પરમાર મિત્રના ઘરેથી જમીને આવી રહ્યા હતા. ત્યારે બીજી તરફ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલક સાથે ધડાકાભેર અથડાયા હતા. જેને કારણે બંને બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવમાં નરેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Next Story

સ્પેશ્યલ 26 / આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટીને કોંગ્રેસ ફરી પોતાના ગઢ તરીકે પ્રસ્થાપિત કરી શકશે?

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - two children pedestrian deaths in an accident in slums 055513
(News in Gujarati from Divya Bhaskar)