ઉમરેઠ નજીક ગોડાઉનમાંથી રૂ.25 લાખના તમાકુની ચોરી

News - ગુરુવારે 3ના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ હાથ ધરી

Divyabhaskar.com Apr 18, 2019, 05:55 AM IST
આણંદ | ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસે આવેલા શુભલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ભૈયાજીનું પાન-બીડીનું ગોડાઉન આવેલું છે. તેઓ ગુટખાનો હોલસેલ વ્યાપાર કરે છે. મંગળવારે રાત્રે કેટલાંક તસ્કરો આઈશર ટેમ્પો લઈને તેમના ગોડાઉનમાં ત્રાટ્કયા હતા. તેમણે ગોડાઉનનું તાળું તોડી તેમાંથી અંદાજિત 26 થેલા તમાકુના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગોડાઉન માલિકના જણાવ્યા અનુસાર, અંદાજિત 25 લાખની કિંમતના તમાકુના થેલા હતા જે તમામ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, ગોડાઉન પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો રાત્રિના સમયે આઈશર ટેમ્પો લઈને આવ્યા બાદ થેલાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું કેદ થયું છે.

Share
Next Story

આણંદ બેઠક પર વડાપ્રધાનની સભા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - tobacco stolen rs25 lakh from godown near umrem 055509
(News in Gujarati from Divya Bhaskar)