આણંદ બેઠક પર 1980માં 60.98 % મતેથી ઇશ્વર ચાવડા જીત્યા, કોઇને 55 % થી વધુ મત નથી મળ્યા

News - 1962માં સ્વતંત્રપક્ષના ઉમેદવાર સામે મણિબેન હાર્યાં હતાં છેલ્લી 13 લોકસભામાં એકેય મહિલાને ટીકીટ આપાઇ નથી ...

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
આણંદ લોકસભા બેઠક પર છેલ્લી 15 ચૂંટણી પર નજર કરી તો મતદારો મતદાન વધે તે માટે પ્રયાસ થઇ રહ્યાં છે. પરંતુ આ બેઠક પર ઉમેદવારો મતોની સંખ્યામાં લગાતાર ગીરવાટ જોવા મળી રહી છે. આ બેઠક પર અત્યાર સુધી ચૂંટણી પર નજર કરી તો મોટાભાગના વિજેતા ઉમેદવારોને 52 ટકાની આસપાસ મત મળ્યા છે.જયારે હારનો ભોગ બનેલા ઉમેદવારને સરેરાશ 46 ટકા મત મળ્યા છે. જયારે બે મુખ્ય પક્ષો સિવાયના ઉમેદવારો પર નજર કરી તો ક્યારે તેઓ 55 ટકા જેટલા પણ મત મેળવી શકાય નથી. માત્ર ચાર વખત વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર ઇશ્વર ચાવડાને 55 ટકા મતોની સરેરાશ ધરાવે છે.

લોકસભા બેઠક પર 50 % મત મેળવનાર ઉમેદવારો

વર્ષ વિજેતા ઉમેદવારના નામ ટકા

1957 મણીબેન પટેલ (કોંગ્રેસ) 56.61

1962 નરેન્દ્વસિંહ મહીડા ( સ્વતંત્ર) 53.60

1967 એન.આર. મહીડા (કોગ્રેસ) 53.10.

1971 પ્રવીણસિંહ સોલંકી (ભા.ર.કો) 55.73.

1977 અજીતસિંહ ડાભી( કોગ્રેસ) 56.61.

1980 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 60.98

1984 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 51.35

1989 નટુભાઇ પટેલ (ભાજપ) 54.70

1991 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 52.53

1996 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 50.66

1998 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 52.99

1999 દિપક પટેલ (ભાજપ) 49.94

2004 ભરતસિંહ સોલંકી (કોગ્રેસ) 53.75

2009 ભરતસિંહ સોલંકી (કોગ્રેસ) 54.02

2014 દિલીપ પટેલ (ભાજપ) 54.78

11 વાર ક્ષત્રિયો ઉમેદવારો વિજયી | આણંદ બેઠક પર 1957થી 2014 સુધીમાં 15 વખત ચૂંટણી યોજાઇ જેમાં 11 વખત ક્ષત્રિય ઉમેદવાર વિજેતા બન્યા છે. જ્યારે કોગ્રેસ વિરૂદ્વના વાવાઝોડામાં 3વખત પટેલ ઉમેદવાર અને 1957માં સરદાર પટેલની દિકરી મણીબેન વિજેતા બન્યાં હતાં.

વર્ષ વિજેતા ઉમેદવારના નામ ટકા

1957 મણીબેન પટેલ (કોંગ્રેસ) 56.61

1962 નરેન્દ્વસિંહ મહીડા ( સ્વતંત્ર) 53.60

1967 એન.આર. મહીડા (કોગ્રેસ) 53.10.

1971 પ્રવીણસિંહ સોલંકી (ભા.ર.કો) 55.73.

1977 અજીતસિંહ ડાભી( કોગ્રેસ) 56.61.

1980 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 60.98

1984 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 51.35

1989 નટુભાઇ પટેલ (ભાજપ) 54.70

1991 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 52.53

1996 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 50.66

1998 ઇશ્વર ચાવડા (કોગ્રેસ) 52.99

1999 દિપક પટેલ (ભાજપ) 49.94

2004 ભરતસિંહ સોલંકી (કોગ્રેસ) 53.75

2009 ભરતસિંહ સોલંકી (કોગ્રેસ) 54.02

2014 દિલીપ પટેલ (ભાજપ) 54.78

1980 બાદ બંને પક્ષો વચ્ચે 7-8%ના અંતરેથી વિજેતા બની રહ્યાં છે

આણંદ લોકસભા બેઠક પર બંને પક્ષમાંથી અત્યારસુધીમાં 30 ઉમેદવારો મેદાનમાં રહેલા છે. જેમાં 1980માં કોગ્રેસના ઇશ્વરચાવડાને 60.98 ટકા મત મળ્યાં હતાં.ત્યારબાદ બંને પક્ષ વચ્ચેનું અંતર ઘટતાં વિજેતા ઉમેદવારની ટકાવારીમાં ઘટાડો નોધાયો છે. અને સરેરાશ 6 થી 7 ટકા અંતરના મતે ઉમેદવારો વિજેતા બનતાં હોય છે. આ બેઠક પર ભાજપને 2014માં 54 ટકાથી વધુ મત મળ્યાં હતાં.

Share
Next Story

આણંદ બાર એસો.ના વકીલો 1 દિવસ કોર્ટના કામથી અડગા રહ્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - on the anand seat in 1980 god gave chavada 6098 votes no more than 55 votes were found 055134
(News in Gujarati from Divya Bhaskar)