મોદીના કોંગ્રેસ પર તીખા વાર | ‘પહેલાં સરદાર અને મોરારજીને અન્યાય કર્યો, હવે મારી પાછળ પડ્યા છે’

News - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યમાં ત્રણ શહેરોમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આણંદની જાહેરસભામાં...

Divyabhaskar.com Apr 18, 2019, 05:55 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યમાં ત્રણ શહેરોમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આણંદની જાહેરસભામાં કોંગ્રેસ વર્ષોથી ભારતના મધ્યમ વર્ગને અન્યાય કરતી આવી હોવાનું જણાવી કોંગ્રેસના ઢંઢેરામાં પણ ક્યાંય મધ્યમ વર્ગનો ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. મોદીએ સરદારને કાયમ કોંગ્રેસે અન્યાય જ કર્યો હોવાનું કહી સરદારના નામે સરદારની ભૂમિમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સર્જીકલ સ્ટ્રાઈકના નામે પણ મત માગ્યા હતા.

સુરેન્દ્રનગરમાં સભામંડપમાં નરેન્દ્ર મોદી આવતાંની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, શંભુપ્રસાદ ટુંડિયા, વાસણ આહીર, શંકરલાલ વેગડ, રમણલાલ વોરા સહિતના નેતાઓએ એકસાથે ઊભા થઈ વંદન કર્યા હતા. મોદી પણ તેમને આશીર્વાદ આપતા હોય તેમ અભિવાદન કર્યું હતું. - તસવીર : હેમાંગ રાવલ

હિંમતનગર અમિતભાઈ- પોલીસ અધિકારીઓને પૂર્યા

મોદીએ નકલી એન્કાઉન્ટર કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તત્કાલિન કોંગ્રેસ સરકારના ઈશારે ‘આપણા અમિતભાઈ તથા બાહોશ પોલીસ અધિકારીઓને જેલમાં પૂરી દેવાયા હતા. જો કોંગ્રેસની સરકાર આવશે તો દેશ ખેદાનમેદાન થશે.

વડાપ્રધાન મોદીએ બુધવારે તેમના હિંમતનગર, સુરેન્દ્રનગર, વિદ્યાનગરના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન કોંગ્રેસને આડા હાથે લેતા જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીની કોંગ્રેસની રિમોટ કંટ્રોલ સરકારે ગુજરાતનું જેટલું નુકસાન થઈ શકે તેટલું કર્યું હતું, ગુજરાતને ખેદાનમેદાન કરવા તેમનાથી થાય એટલું કર્યું હતું.

સુરેન્દ્રનગર 70 વર્ષથી દેશ બરબાદ, 70 મિનિટ ન અપાય

મોદીએ 2014ની ચૂંટણીને યાદ કરીને કહ્યું કે મેં ત્યારે વચન આપ્યું હતું કે ‘હું મજૂરિયા નંબર 1 PM બનીશ,’ તે વચન પાળી બતાવ્યું છે. કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે દેશનાં 70 વર્ષ જેમણે બરબાદ કર્યાં, તેમને 70 મિનિટ પણ ન અપાય.

આણંદ કોંગ્રેસે સરદારને પણ અન્યાય કર્યો હતો

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે સરદાર જેવા મહાપુરુષને અન્યાય કર્યો છે. જે પણ કોંગ્રેસના પરિવાર સામે ઊભા થાય તેની સામે કોંગ્રેસના રાગ દરબારીઓ પડી જાય છે. પહેલા સરદાર, પછી મોરારજી અને હવે મારી પાછળ પડ્યા છે.

Share
Next Story

આણંદ બેઠક પર વડાપ્રધાનની સભા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - modi39s congress 39before doing injustice to sardar and morarji now he is behind me39 055517
(News in Gujarati from Divya Bhaskar)