માઉન્ટ આબુ ખાતે 8 થી 13 વર્ષનાં બાળકો માટે એડવેન્ચર કોર્સ યોજાશે

News - 30 સપ્ટે. સુધીમાં ફોર્મ મોકલી આપવા

Divyabhaskar.com Sep 12, 2018, 02:02 AM IST
રાજયના અનુસૂચિત જનજાતિના ૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શકિત ખીલવે તે હેતુથી રાજય સરકારના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા માઉન્ટ આબુ ખાતે સાત દિવસનો એડવેન્ચર કોર્ષ યોજાનાર છે.

આ કોર્ષમાં રાજયમાંથી પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે. આ એડવેન્ચર કોર્ષમાં ભાગ લેવા ઇચ્છતા અનુસૂચિત જનજાતિના બાળકોએ અરજી www.sycd.gujarat.gov.in વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી આધાર-પુરાવા સાથે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-ર, એસ-૨૧, બીજો માળ, જોરાવર પેલેલસ કંપાઉન્ડ, પાલનપુર, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.ઇ-મેલ dsobanaskantha06@gmail.com ઉપર સંપર્ક કરવાથી મળી શકશે.

Share
Next Story

પર્યાવરણ બચાવવા વિદ્યાનગર પાલિકા અને શહેર ભાજપનો નિર્ણય

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - માઉન્ટ આબુ ખાતે 8 થી 13 વર્ષનાં બાળકો માટે એડવેન્ચર કોર્સ યોજાશે
(News in Gujarati from Divya Bhaskar)