આણંદ જિલ્લા ન્યાયાલય અને તાલુકાની કોર્ટોમાં લોક અદાલત

News - ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની...

Divyabhaskar.com Sep 12, 2018, 02:01 AM IST
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર. એમ. સરીનના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે જયારે તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ ગઇ. લોક અદાલતમાં એમ.એ.સી.પી., કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, જમીન સંપાદનના કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની જેવાં કે ભાડાના, બેન્કના વિગેરે કેસો, વિજળી તથા પાણીના કેસો તેમજ બેન્કોના પ્રિ.લિટીગેશનના કેસો મળીને કુલ-૧૧,૧૧૨ કેસો સમાધાન માટે રાખવામાં આવ્યા હતા જેમાંથી કુલ-૧૨૫૫ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. આ લોક અદાલત દરમિયાન મોટર અકસ્માતને લગતા કેસોમાં કુલ-૨૬ કેસોનો નિકાલ કરી રૂા. ૬૦.૩૪ લાખ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના ૧૭૫ કેસોનો સુખદ નિકાલ કરી રૂા. ર.ર૦ કરોડ ચુકવવામાં આવ્યા હતા.

Share
Next Story

આણંદના યુવકે વડોદરાની દલિત યુવતીને ફસાવી નગ્ન ક્લિપ ઉતારીને લગ્નનું તરકટ રચ્યું, ગર્ભ કઢાવવા માટે જેઠે જ ગોળી આપી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - આણંદ જિલ્લા ન્યાયાલય અને તાલુકાની કોર્ટોમાં લોક અદાલત
(News in Gujarati from Divya Bhaskar)