Loading...

‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’

ધર્મ | આણંદમાં છઢ્ઢા દિવસે આંગી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા, આચાર્ય વિજય મુક્તિમુનિચંન્દ્ર...

Divya Bhaskar Sep 12, 2018, 02:01 AM
પ્રભુનો પ્રભાવ આજે પણ પૃથ્વી પર જોવા મળી રહ્યો છે.પૃથ્વી પર પ્રદુષણ વધી ગયું છે.તેમ છતાં પૃથ્વી ઉપર જે સૃકૃતો થાય છે જે સજીવ સૃષ્ટિ આટલા પ્રદુષણ વચ્ચે જોવા મળે છે.તેમાં માત્ર ધર્મનો પ્રભાવ રહે છે. તેમ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે આણંદમાં આનંદ મંગલધામ મધ્યે આચાર્ય વિજય મુકિતમુનિચંન્દ્ર સૂરીશ્વરજીએ જણાવ્યું હતું.

જયારે કોઇ પણ અવતારી પુરૂષ આધરતી ઉપર અવતાર ધારણ કરે છે.તે વખતે સૃષ્ટિ વાતાવરણ કંઇક અલગ જ હોય છે. ભગવાન મહાવીરનો જન્મ થયો તે વખતે પૃથ્વીનું વાતાવરણ કેવા પ્રકારનું હતું. શ્રી કલ્પસૂત્ર ગ્રંથની અંદર તેનું સુંદર વર્ણન કરેલુ છે.પ્રભુ જયારે જન્મયા ત્યારે કોઇ પણ જીવ દુ:ખ અનુભવતો ન હતો.બધાં જ જીવોને જન્મ થાય ત્યારે જગતની સૃષ્ટિ આનંદનો અનુભવ કરતાં હતા.પ્રભુ જયારે જન્મ્યા ત્યારે પૃથ્વી હરિયાળીથી ભરપૂર હતી. ચારે બાજુ 125 યોજન સુધી કોઇપણ રોગચાળો વગેરે પણ કશું જ ન હોય આવો અદભુત પ્રભાવ પ્રભુનો હતો તે આજે પણ જોવા મળી રહ્યો છે.

કપડવંજમાં શાંતિનાથને અાંગી

કપડવંજના ઢાંકીવાડી વિસ્તારમાં આવેલ દેરાસરમાં શાંતિનાથ ભગવાનની ભવ્ય આંગીરચના કરવામાં આવી હત. સાધ્વી પૂ. શિલપ્રજ્ઞા શ્રીજીની અંતિમ ઇચ્છા મુજબ તેઓના ઉપાશ્રયથી તેમના સંસારી ભાઇઓ સંજયભાઇ અને ભદ્રેશભાઇ તરફથી કલ્પસૂત્ર પધરાવવામાં આવ્યું હતું. જે વ્યાખ્યાન માટે સાધુ ભગવંતોને અર્પણ કરાયું હતું.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - ‘પ્રદુષણ વચ્ચે જીવસૃષ્ટિ છે તે જ પ્રભુનો પ્રભાવ’
(News in Gujarati from Divya Bhaskar)