Loading...

પર્યાવરણ બચાવવા વિદ્યાનગર પાલિકા અને શહેર ભાજપનો નિર્ણય

य: शास्त्रविधिमुत्सृख्य वर्ततेकामकारत : | न स सिद्दमवाप्नोतिन सुखं न परां गतिम ||્

Divya Bhaskar Sep 12, 2018, 02:01 AM

ગણપતિ પૃથ્વીતત્વના હોવાથી માટીની મૂર્તિ શ્રેષ્ઠ : શાસ્ત્રી

શ્રીમદ્દ ભાગવતના સ્કંધ 11અધ્યાય 27 શ્લોક 12માં માટીની મૂર્તિની સ્પષ્ટતા છે.

8 મૂર્તિ પર્યાવરણને અનુરૂપ

નડિયાદ : ગણેશજી પૃથ્વીતત્વ, નારાયણ જળતત્વ, સૂર્ય અગ્નિતત્વ, દેવી વાયુતત્વ અને શિવજી આકાશ તત્વ છે. ભગવાન ગણેશજીએ પૃથ્વીતત્વ સ્વરૂપે હોવાથી તેની મૂર્તિ પણ માટીની જ બનાવવી તે હિતાવહ છે. એમ નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના પ્રણેતા પદ્મશ્રી ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રીએ જણાવ્યું હતું.

શ્રીમદ ભાગવતજીમા સ્કંધ 11અધ્યાય 27 શ્લોક 12માં પણ માટીની મૂર્તિની સ્પષ્ટતા છે. આઠ પ્રકારની મૂર્તિઓમાં માટીની મૂર્તિ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે. સત્સથ પુરાણમાં પણ અધ્યાય 258 શ્લોક 20 અને 21માં માટીની મૂર્તિ માટે ઉલ્લેખ છે. સંસ્કૃતભાષાના ખૂબ જ પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથ વૃદ્ધહરિતગ્રંથમાં અધ્યાય-8 183 થી 180 શ્લોક સુધી માટીની મૂર્તિનું મહત્વ દર્શાવેલ છે. આપણે ત્યાં લાલમાટી અને નળીમાટી હોય છે. લાલમાટીથી મૂર્તિ બનાવી એવું ગ્રંથોમાં જણાવેલું છે. સુગમ યાગ વિધાનમ ગ્રંથમાં પણ શિવલિંગ અને મૂર્તિઓના મહાત્યમાં માટીની મૂર્તિ અનેક ફળ આપનારી છે. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના વચનો પ્રમાણે પાંચતત્વથી આ વિશ્વ બનેલ છે. જેને પરમેશ્વર કહેવાય છે.

ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરનાર મંડળને રૂ. 10 હજારનું ઇનામ અપાશે

માટીના ગણેશજી સાથેની સેલ્ફી મોકલો

દિવ્ય ભાસ્કર દ્વારા ચરોતરમાં માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરમાં, ઓફિસ, દુકાન કે સ્કુલ- કોલેજ તથા સાર્વજનિક મંડળો દ્વારા કરાઇ હોય તેની સેલ્ફી મોકલો. આ ફોટો ચરોતર ભાસ્કરની આવૃતિમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.વોટ્સઅપ કે ઇમેલ પર તસવીર મોકલી શકો છો.આણંદ જિલ્લા માટે વોટ્સઅપ - 9376123424 અને ઇમેલ- divyabhaskarand@gmail.com તથા ખેડા જિલ્લા માટે વોટ્સપ- 9825329196 અને ઇમેલ - divyabhaskarnad@gmail.com

વિસર્જન માટે કુંડ બનાવવો

ચરોતર પંથકમાં આવેલી નદીઓ અને નહેરોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ નથી. નદીઓના જળસ્તર ઘણા નીચા છે. ત્યારે આણંદ જિલ્લામાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કુંડ બનાવવો જોઇએ. જેથી મૂર્તિઓને કારણે નદી, તળાવ, નહેરોનું પ્રાણી પ્રદુષિત થાય નહી. આવી ચરોતરની ધર્મપ્રેમી અને પર્યાવરણ પ્રેમી પ્રજાની લાગણીને માંગણી પણ છે.

આણંદના બાકરોલમાં શિક્ષકે પસ્તીમાંથી 8 ફૂટની ઇકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી

ગણેશોત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિઓનું ચલણ જોવા મળે છે. બાકરોલ વૈશાલી નગર સોસાયટીમાં રહેતા શિક્ષક પાર્થ પંડયાએ પર્યવારણને નુકશાન ન થાય અને પાણીમાં ગણતરીના કલાકોમાં મૂર્તિ પીગળી જાય તેવા હેતુથી રદી પેપર અને મેદામાંથી માત્ર રૂા 800ના ખર્ચમાં 8 ફૂટ ઉંચી ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. પાર્થ પંડયાએ જણાવ્યું હતું કે આ ઇકોફ્રેન્ડલી મૂર્તિમાં પેપર ,મેદો અને કેમીકલ વગરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - પર્યાવરણ બચાવવા વિદ્યાનગર પાલિકા અને શહેર ભાજપનો નિર્ણય
(News in Gujarati from Divya Bhaskar)