આણંદમાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં સેંકડો જૈન બંધુઓ જોડાયા

News - ગોંડલ સંપ્રદાયના આચાર્ય ધીરજમુનિજી મહારાજે જીવન વિષય પર પ્રકાશ પાડ્યો

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ-આણંદના ઉપક્રમે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ કે ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેનો શાંતિનાથ જૈન દેરાસર, સ્ટેશન રોડથી પ્રારંભ થઇને શંખેશ્વર જૈન દેરાસર, વાસુપૂજ્યસ્વામી દેરાસર તથા દિગંબર જૈન મંદિર થઇને આનંદ મંગલ આરાધના ધામમાં પૂર્ણાહુતિ થઇ હતી. આ ઉપરાંત પેટલાદ, ખંભાત, બોરસદ, ઉમરેઠ સહિત ગામે ગામ મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

આ પ્રસંગે અધ્યાત્મયોગી, કચ્છ વાગડ દેશોદ્ધારક વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા.ના શિખ્યરત્ન સોહાર્દમૂર્તિ વિજય મુકતિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા જ્ઞાનમૂર્તિ મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં આનંદ મંગલ આરાધના ધામમાં પ્રભુ મહાવીર વિષયક માંગલિક પ્રવચન થયું હતું. જેમાં આ. ભગવંતે પ્રભુના જીવન વિશેની ઘટનાઓ રજુ કરી હતી.

પ્રભુ મહાવીરનું જન્મ નામ વર્ધમાનકુમાર હતું. અતુલ બલશાલી હોવાથી દેવોએ મહાવીર એવું નામ પાડ્યું હતું. ઘોર તપસ્વી હોવાથી શ્રમણ એવું પણ નામ પ્રસિદ્ધ છે. જેનું વિસ્તારથી વર્ણન કલ્પસૂત્ર નામના આગમ શાસ્ત્રમાં આવે છે. પ્રભુએ સાડાબાર વર્ષની ઘોર સાધના કરીને ડેવલજ્ઞાનની પ્રાપ્ત કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી જે આજે 2544 વર્ષથી અખંડપણે ચાલી રહ્યો છે.

આ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના આચાર્ય ધીરજ મુનિજી મહારાજ પણ પધાર્યા હતા અને જીવન વિષય આચાર્યએ પ્રકાશ પાડ્યું હતું. સમસ્ત જૈન સમાજની નવકારશી દ્વારા ભક્તિ કરાઇ હતી. જેનો લાભ મુકતાબેન મોહનલાલ ગઢેચા પરિવારે લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રમખ રમેશચંદ્ર શાહે કરેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, ઉમરેઠ સહિત ગામે ગામ મહાવીર જયંતી નિમિતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.

Next Story

સ્પેશ્યલ 26 / આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટીને કોંગ્રેસ ફરી પોતાના ગઢ તરીકે પ્રસ્થાપિત કરી શકશે?

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - hundreds of jain brothers joined in grand procession on the occasion of mahavir jayanti in anand 055148
(News in Gujarati from Divya Bhaskar)