Loading...

CBSE બોર્ડની પુન: મૂલ્યાંકનની પ્રક્રિયા માટે વેબસાઇટ પર નોટિફિકેશન મૂકશે

News - ઉપયોગી

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
સીબીએસઇ બોર્ડનું ધો.10 અને ધો.12નું પરિણામ અગામી અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે.રિઝલ્ટ જાહેર કરતા પહેલા CBSE તરફથી રી-મૂલ્યાંકન,રી-ચેકિંગને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં કોઇ વિદ્યાર્થી તેના રિઝલ્ટથી નાખુશ હોય તો તે આ પ્રક્રિયાને અપનાવી પોતાની આંસર બુકલેટને જોઇ શકશે.

જો વિદ્યાર્થી તેના પરિણામથી નાખુશ હોય તથા તેને લાગે છે કે પરિણામ સારૂ આવું જોઇતું હતું તો તે રી-મૂલ્યાંકન પ્રક્રિયા અપનાવી શકે છે. તેના માટે દરેક વિષયની રી-મૂલ્યાંકન ફિ 500 રૂપિયા ભરવાની રહેશે. પરિણામ જાહેર થયા બાદ cbse.nic.in પર લિંક શેર કરવામાં આવશે. રી-મૂલ્યાંકન માટે લિંક માત્ર એક દિવસ માટે એક્ટિવેટ થશે.એટલા માટે વિદ્યાર્થીઓએ તેને લઇને એલર્ટ રહેવાની જરૂર છે. દરેક સવાલના રી-મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓને 100 રૂપિયા આપવાના રહેશે. વિદ્યાર્થી જો ઇચ્છે છે કે તે બોર્ડ પરીક્ષાની તેની આંસર બુકલેટને ફરી જોવે તો તેને તેની ફોટોકોપી મળી શકે છે.

ધો.12 ના વિદ્યાર્થીઓને દરેક વિષય માટે 700 અને ધો.10 ના વિદ્યાર્થીઓને દરેક વિષય માટે 550 રૂપિયા આપવાના રહેશે.ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે CBSEની ધો.10 ની બોર્ડ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી અને છેલ્લી પરીક્ષા 29 માર્ચે પૂર્ણ થઇ હતી. જ્યારે ધો.12 ની પરીક્ષા 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી અને છેલ્લી પરીક્ષા 3 એપ્રીલ પૂર્ણ થઇ હતી. જેનું પરિણામ આગામી સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે.

કેવી રીતે ચેક કરશો પરિણામ ?

1. પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ cbs.nic.in વેબસાઇટ પર જઇ શકે છે.

2. ત્યાં એક ફોર્મ ખુલશે જેને ભરવાનું છે. ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર સહિત અન્ય ઘણી જાણકારી માંગવામાં આવે છે.

3. બધી જાણકારી આપ્યા ભર્યા બાદ પરિણામ તમારી સામે હશે. ત્યાર બાદ પરિણામને ડાઉનલોડ કરી લો.

Share
Next Story

આણંદ બાર એસો.ના વકીલો 1 દિવસ કોર્ટના કામથી અડગા રહ્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - cbse will place a notification on the website for the re evaluation of the board 055137
(News in Gujarati from Divya Bhaskar)