બેદરકારી / અમદાવાદની LG હોસ્પિટલમાં સરખાં નામને કારણે 75 વર્ષની વૃદ્ધા દર્દીનું ઈન્જેક્શન 27 વર્ષની યુવતીને આપી દેવાતાં વિવાદ

  • નર્સની ભૂલને પગલે યુવતીના પરિવારનો હોબાળો, પોલીસમાં ફરિયાદ 
  • હૃદયરોગની સારવાર લઈ રહેલાં ચંદ્રિકાબહેનનું ઈન્જેક્શન રજા આપવાની હતી તેને અપાયું 
Divyabhaskar.com Apr 18, 2019, 09:28 AM IST

અમદાવાદ: મણિનગરમાં આવેલી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બુધવારે નર્સે બે સરખા નામ ધરાવતા દર્દીમાંથી એકને આપવાનું ઇન્જેક્શન બીજાને આપી દેતાં હોબાળો થયો હતો. નર્સે બ્લડપ્રેશરની દર્દીને આપવાનું ઇન્જેક્શન મલેરિયાની સારવાર બાદ સ્વસ્થ થયેલી દર્દીને આપી દેતાં દર્દીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
ફીમેલ મેડિકલ વોર્ડમાં બે સરખા નામ ધરાવતી બે મહિલા દાખલ હતી, જેમાંથી 75 વર્ષીય ચંદ્રિકાબહેન બ્લડપ્રેસરની સારવાર હેઠળ હતાં જ્યારે 27 વર્ષીય ચંદ્રિકા મેલેરિયાની સારવાર માટે દાખલ હતી. ચંદ્રિકાબહેનને લોહી પાતળું કરવા માટે આપવાનું ઇન્જેક્શન 27 વર્ષીય ચંદ્રિકા મકવાણાને આપી દીધું હતું, જેને લીધે તેને આઈસીયુમાં લઈ જવાઈ હતી. બીજી તરફ સ્ટાફની બેદરકારી સામે ચંદ્રિકાના ભાઈ ચંદુ મકવાણાએ પોલીસમાં અરજી કરી છે. 
'ઇન્જેક્શનથી મારી બહેનને પેટમાં દુખાવો થતાં ફરી ICUમાં દાખલ' 
મારી મોટી બહેન ચંદ્રિકાને પીવી મેલેરિયાની સારવાર માટે દાખલ કરી હતી અને આજે રજા આપવાની હતી. મંગળવારે સાંજે 6.30 કલાકે નર્સિંગ સ્ટાફે આવીને તેમને નાભીમાં ઇન્જેક્શન આપ્યું હતું. તે દાખલ હતી ત્યાં સુધી એકપણ વાર કોઈ ઇન્જેકશન આપ્યું નથી તો આજે કેમ આપો છો તેમ મેં પૂછ્યું હતું. આથી નર્સિંગ સ્ટાફે કહ્યું હતું કે, અમને ડોક્ટર કહ્યું હોવાથી ઇન્જેક્શન આપીએ છીએ. ઇન્જેક્શન આપ્યા બાદ મારી બહેનને પેટમાં દુખાવો અને બેચેની લાગતી હતી. - ચંદુ મકવાણા, 27 વર્ષીય યુવતીના ભાઈ 
ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરી પગલાં લેવાશે 

75 વર્ષનાં ચંદ્રિકાબહેનને લોહી જાડું ન થાય તે માટેનું લો-મોલેક્યુલર વેઇટ હિપેરિન ઇન્જેક્શન આપવાનું હતું, પરંતુ તે 27 વર્ષીય ચંદ્રિકાને તે આપી દેવાયું હતું. નામ સરખા હોવાથી ભૂલ થઈ છે. નર્સિંગ સ્ટાફે તે કબૂલી છે. આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ થતી નથી છતાં અમે તેમને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખી છે. આ કેસમાં હોસ્પિટલની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરીને પગલાં લેવાશે. - ડો. પ્રકાશ મુકાદ્દમ, સુપરિન્ટેન્ડેન્ટ એન્ડ સર્જન,એલજી હોસ્પિટલ 
Next Story

ચેતવણી / અમદાવાદ મ્યુનિ.એ ઝોનવાર ગલ્લાઓનો સરવે કર્યો, તમામને લાલ થૂંકદાની મૂકવા નોટિસ અપાઈ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 75-year-old female patient injures 27-year-old girl due to similar name in hospital
(News in Gujarati from Divya Bhaskar)