અમદાવાદ / બાંગ્લાદેશી ઘુસણખોરોને નકલી આધારકાર્ડ-પાસપોર્ટ બનાવી આપતા બે શખ્સોની ધરપકડ

ડાબેથી બીજા અને ત્રીજા ક્રમે આરોપીઓ
Divyabhaskar.com Apr 18, 2019, 04:43 PM IST

અમદાવાદઃ SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ વાપીમાંથી બાંગ્લાદેશી ઘુસણખોરોને નકલી પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ બનાવવામાં મદદ કરનારા બે શખ્સોની ધરપકડ કરી છે. રફીક મહમ્મદ મુલતાની(વાપી) અને કુલદીપ દુબે(વાપી)ની અટકાયત કરી તેમની પાસેથી કોમ્પ્યુટર,લેપટોપ, પ્રિન્ટર, લખાણ વિનાના 150 નંગ આધારકાર્ડ તથા અલગ-અલગ કંપનીના નકલી લેટરપેડ કબજે કર્યા હતા.

ચાર્જ પેટે રૂ. 700 કે 8000 રૂપિયા લેતા

ચાર મહિનાથી કામગીરી કરતો આરોપી કુલદીપ દુબે આધારકાર્ડની એજન્સી ધરાવે છે. તે સરનામાં બદલી આપતો હતો. જ્યારે રફીક કુલદીપ પાસે ગ્રાહક લઈ જતો હતો. જે આધારકાર્ડમાં ગુજરાત બહારનું એડ્રેસ હતું તેમાં ગુજરાતનું નાખી દેતા હતા. અન્ય લોકોના નામના બેન્ક સ્ટેટમેન્ટ મેળવી અને નામ બદલી તેના પરથી એડ્રેસ બદલતા હતા. અગાઉ પકડાયેલ અલ અમીન નામનો આરોપી રફીક પાસે આખું કૌભાંડ કરાવતા હતા. એક વખત આધાર કાર્ડમાં નામ બદલવાના 700 કે 8000 રૂપિયા લેતા હતા. 150 કોરા આધારકાર્ડ અને પીએનબી તથા ICICI  બેન્કના સ્ટેટમેન્ટ મળી આવ્યા હતા.

Next Story

અમદાવાદ / વટવા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sog arrest two for help bangladeshi making fake passport and aadhar card from vapi
(News in Gujarati from Divya Bhaskar)