Loading...

મોદી-શાહનો BJPના CMને ચૂંટણીલક્ષી ટાસ્ક, યોજનાઓના લાભાર્થીઓની ફોન નંબર સાથેની માંગી યાદી

મુખ્યમંત્રીઓને કેન્દ્રની યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓની વિગતોનું ચોક્કસ ફોર્મેટ આપ્યું

Divya Bhaskar Aug 30, 2018, 12:39 PM
મુખ્યમંત્રીઓને કેન્દ્રની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ તથા તેની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મેટ તૈયાર કરીને ભાજપના હાઈકમાન્ડને સોંપવાનો આદેશ

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બોલાવેલી એનડીએના મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ મુખ્યમંત્રીઓને ચોક્કસ ટાસ્ક આપવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ તથા તેની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મેટ તૈયાર કરીને ભાજપના હાઈકમાન્ડને સોંપવાનો આદેશ કર્યો છે. જેમાં કેન્દ્રની યોજનાનો લાભ લેનાર લાભાર્થીના આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઘરના સરનામાં સાથેની સંપૂર્ણ વિગતોનું એક ફોર્મેટ મુખ્યમંત્રીઓને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિના સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગતો પણ પક્ષના ટોચના નેતાને પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે.

લોકસભા ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતવા કર્યા સૂચનો

આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ત્યારે ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાજેતરમાં મોદી અને શાહની હાજરીમાં ભાજપ સહિત એનડીએના મુખ્યમંત્રીઓને એક બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભા 2019ની ચૂંટણીમાં બીજેપીને 300થી વધુ બેઠકો મળે તે માટે સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યોજનાઓનો લાભ કેટલા લોકોને કેવી રીતે મળ્યો તેનો આંકડો તૈયાર કરવા આદેશ

ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીના 4 વર્ષના શાસન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે લંબાણ પૂર્વકની ચર્ચા વિચારણાના અંતે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ મુખ્યમંત્રીઓને કેન્દ્રની યોજનાઓના અમલીકરણ અંગેનો ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો છે. જેમાં કયા રાજ્યમાં કેન્દ્રની કેટલી યોજનાઓનો લાભ કેટલા લોકોને કેવી રીતે અને કયા વિસ્તારોમાં વધુ લાભ મળ્યો છે તેનો ચોક્કસ આંકડો તૈયાર કરવાનો રહેશે.

લાભાર્થીઓના આધારકાર્ડથી લઈ ઘરના એડ્રેસ સુધીની વિગતો માગી


આ ઉપરાંત કેન્દ્રની યોજનાનો લાભ લેનાર લાભાર્થીના આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને ઘરના સરનામાં સાથેની સંપૂર્ણ વિગતોનું એક ફોર્મેટ મુખ્યમંત્રીઓને આપવામાં આવ્યું છે. જે તૈયાર કરીને ભાજપના હાઈકમાન્ડને પહોંચાડવાનું રહેશે. આ સિવાય લોકસભાની ચૂંટણીની રાજ્યોમાં તૈયારીઓ કેવી રીતે કરવામાં આવશે અને તેના માટે શું કરવું જોઈએ તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને તેનો એક રિપોર્ટ પણ હાઈકમાન્ડને મોકલવાનો રહેશે. તેમજ કેન્દ્રની વિવિધ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા માટે ફેબ્રુઆરી મહિના સુધીના કાર્યક્રમો નક્કી કરીને તેની સંપૂર્ણ યાદી પણ મોકલવાની રહેશે.

આગળ જુઓ શાહ અને મોદીએ મુખ્યમંત્રીઓ સાથે યોજેલી બેઠકોના વધુ ફોટોઝ


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: pm modi and amit shah give a task to bjps chief ministers to win 300 loksabha seat in 2019
(News in Gujarati from Divya Bhaskar)