Loading...

પરેશ ધાનાણીએ બાપૂને શીશ ઝૂકાવ્યું, હૃદયકુંજથી ઉપવાસ આરંભ્યા

ધાનાણી આજથી 72 કલાકના ઉપવાસ પર, એ પહેલા સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા

Divya Bhaskar Aug 16, 2018, 12:37 PM
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બાપૂના દર્શને પહોંચ્યા હતા

અમદાવાદ: મગફળી કાંડને લઈને કોંગ્રેસ આક્રમક બની છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજથી 72 કલાકના ઉપવાસ પર ઉતર્યા છે. ઉપવાસ પહેલા તેઓ સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શીશ ઝૂકાવી નમન કર્યા હતા. ત્યારબાદ તેઓ ઓટલા પર બેસીને ઉપવાસ પ્રારંભ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધી આશ્રમ પાસે જ પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે.


સરકાર સામે ધાનાણી આક્રમક


ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજા થાય તેવી માંગ સાથે આજે ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. પેઢલા ખાતેથી શરૂ કરાયેલા ધરણાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ધાનાણી આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારને આડેહાથ લઈ રહ્યા છે અને એક બાદ એક પ્રહાર કરીને સરકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Paresh Dhanani taken hrudaykunj visit before 72 hours fast near sabarmati ashram
(News in Gujarati from Divya Bhaskar)