Loading...

દબાણ-ટ્રાફિક મુદ્દે આદેશ આપનાર જસ્ટિસ એમ. આર. શાહની ગુજરાત હાઇકોર્ટમાંથી વિદાય; કહ્યું માતા-પિતાના પૂણ્યથી અહીં પહોંચ્યો

જસ્ટિસ એમ.આર.શાહને ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવી હતી

Divya Bhaskar Aug 11, 2018, 09:42 AM

અમદાવાદ: પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે બઢતી પામેલા જસ્ટિસ એમ.આર.શાહને ગુજરાત હાઈકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવી હતી. ચીફ જસ્ટિસની હાજરીમાં આપવામાં આવેલી ફુલકોર્ટ ફેરવેલમાં 1500થી વધારે વકીલો હાજર હતા. આ પ્રસંગે જસ્ટિસ એેમ.આર.શાહે બારે દર્શાવેલી લાગણી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજે હું જે જગ્યા પર છું તે સ્થાન પર પહોંચવા માટે મારા માતા-પિતાના પુણ્ય અને મારી પત્નીનો સહયોગ મહત્વનો રહ્યો છે.

2004માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા

તેમણે જણાવ્યું કે, મને બાર તરફથી મળેલો પ્રેમ હંમેશાં યાદ રહેશે. આ પ્રસંગે ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીએ જસ્ટિસ એમ.આર.શાહના વ્યક્તિવના વખાણ કર્યા હતા. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને હાઇકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતીન ઓઝાએ જસ્ટિસ એમ.આર.શાહની કામગીરી અને તેમની લીગલ યાત્રાને વાગોળી હતી. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ એમ.આર.શાહ 2004માં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા. 2005માં તેમને કાયમી જસ્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તેમણે અનેક મહત્ત્વના કેસોમાં નોંધનીય ચૂકાદા આપ્યા છે. તાજેતરમાં જ શહેરમાં ચાલેલી ટ્રાફિક ડ્રાઇવ, દબાણ હટાવ ઝુંબેશ પણ તેમના આદેશનું જ પરિણામ છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: I have reached here With the help of parents and wife: Justice MR Shah
(News in Gujarati from Divya Bhaskar)