‘મોદી તેરી દાદાગીરી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર સાથે મેવાણીનું ભારત બંધને સમર્થન

જિજ્ઞેશ મેવાણીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો અને લોકશક્તિ જિંદાબાદના નારા લગાવ્યા

Divyabhaskar.com Sep 10, 2018, 05:47 PM IST

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે તો બીજી બાજુ અન્ય સમુદાયોએ પણ ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ‘મોદી તેરી દાદાગીરી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર સાથે ભારત બંધને સમર્થન આપ્યું છે. 


‘મોદી તેરી દાદાગીરી- હિટલરશાહી નહી ચલેગી’ના સુત્રોચ્ચાર કર્યા

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારત બંધ ઉગ્ર અને હિંસક બન્યું છે. કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યા છે. તો કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ ભારત બંધને સમર્થન આપવા માટે બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ‘ પેટ્રોલ ડીઝલનો ભાવ પાછો ખેંચો’, ‘મોદી તેરી દાદાગીરી- હિટલરશાહી નહી ચલેગી...નહી ચલેગી’, ‘જો હિટલર કી ચાલ ચલેગા વો હિટલર કી મોત મરેગા’ના સુત્રોચ્ચાર સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. સાથે લોકશક્તિ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.


વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Share
Next Story

હેલમેટ-લાઈસન્સ ન હોવાથી 33 ડિલિવરી બોય સામે કેસ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jignesh Mevani Supporting Congress For Bharat Bandh, Targeted Modi Govt
(News in Gujarati from Divya Bhaskar)