Loading...

ITના દરોડામાં અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત શેરબજારના બે ઓપરેટર પાસેથી 19 કરોડ રોકડા મળ્યા

આ રેડને પગલે શેરબજારના મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતાઓ

Divya Bhaskar Sep 12, 2018, 03:53 AM

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મંગળવારે વહેલી સવારે પાલડી વિસ્તારમાં રહેતા બે એન્ટ્રી ઓપરેટરોના ઘરે અને ઓફિસ સહિત 6 સ્થળે 10 ટીમો દ્વારા દરોડા પાડી 19 કરોડ રોકડા અને લાખો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા હતા. અમદાવાદના ઇતિહાસમાં પહેલી શેરબજારના ઓપરેટરો પાસેથી રેડમાં આટલી મોટી રકમ કબજે કરાઈ છે.

શેરોના ભાવ ઊથલાવી કરોડોનું કમિશન વસૂલતા હતા

પાલડી વિસ્તારમાં રહેતા અને એન્ટ્રી ઓપરેટર તરીકે કરોડોના વ્યવહાર કરતા ઓપરેટર સંજય શાહ અને જિજ્ઞેશ શાહને ત્યા દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘર અને ઓફિસ સહિત 6 સ્થળે ત્રાટકીને રૂ. 19 કરોડ રોકડા અને લાખો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડી પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી અને તપાસના અંતે કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા છે.

વહેલી સવારે 10 ટીમ ઓફિસ ઘર સહિત 6 સ્થળે ત્રાટકી

શેરબજાર સાથે સંકળાયેલા અને ઓપરેટર તરીકે કરોડોની કમાણી કરનારા દ્વારા જંગી રકમની કરચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે આવકવેરા વિભાગની 10 ટીમે મંગળવારે વહેલી સવારે એન્ટ્રી ઓપરેટરો પર ધોંસ બોલાવી હતી. આઇટી વિભાગના દરોડોમાં લાખો કરોડોના બિનહિસાબી અને વાંધાજનક વ્યવહારો મળી આવ્યા હતા. આ બંને ઓપરેટરો શેરબજારમાં નવી લિસ્ટિંગ થયેલી કંપનીઓના શેર ખરીદવા માટે ગ્રાહકોને આકર્ષતા હતા અને પાછળથી શેરોના ભાવ ગગડાવી, સટ્ટા તથા કમિશન પેટે કરોડો રૂપિયાની રકમ મેળવતા હતા. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સમગ્ર મોડસ ઓપરેન્ડી સહિત બિનહિસાબી વ્યવહારોની વધુ તપાસ કરાઈ રહી છે.

આટલી મોટી રકમ ક્યાંથી આવી? તપાસનો રેલો મોટા માથાઓ સુધી પહોંચે તેવી શક્યતા

19 કરોડની રોકડ રકમ ગણવા કૅશ કાઉન્ટિંગ મશીનો મુકાયા
આઇટી અધિકારીઓએ દરોડામાં પકડી મળી આવેલા રૂ. 19 કરોડ રોકડ રકમ ગણવા માટે કૅશ કાઉન્ટિંગ મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આટલી મોટી રકમ ગણવા માટે તાબડતોબ ઘટના સ્થળે કૅશ કાઉન્ટિંગ મશીનો લઇ જવામાં આવ્યા હતા. અને અધિકારીઓની ચાંપતી નજર હેઠળ રોકડ રકમ ગણવામાં આવી હતી.

મહેશ શાહની તપાસનો રેલો બંને ઓપરેટર સુધી પહોંચ્યો
નોટ બંધી પછી બિનહિસાબી રકમની સ્વૈચ્છિક જાહેરાત(વીડીએસ) સ્કીમ હેઠળ અંદાજે રૂ. 16 હજાર કરોડની સ્વૈચ્છિક જાહેરાત કરી મહેશ શાહ આઈટીની ઝપેટમાં આવ્યા હતા. મહેશ શાહ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી? આ અંગેની તપાસનો જ રેલો બંને ઓપરેટર જિજ્ઞેશ શાહ અને સંજય શાહ સુધી પહોંચ્યો હોવાનું મનાય છે.

ITને 19 કરોડ રોકડા ઉપરાંત 70 લાખનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું
જિજ્ઞેશ શાહના ઘરેથી રૂ. 19 કરોડ રોકડા સાથે રૂ. 70 લાખનું ઇન્વેસ્ટમેન્ટ મળી આવ્યું હતું. જ્યારે જોધપુર ગામમાં રહેતા સંજય શાહના ઘરેથી મોટી સંખ્યામાં વિવિધ ખાતેદારોના બેંક એકાઉન્ટની માહિતી મળી આવી હતી. આ ઓપરેટરો પાસેથી મળેલી રકમની તપાસ હાલમાં ચાલી રહી છે. જેનો રેલો બિઝનેસ મેન, બિલ્ડરો તથા વેપારીઓ સુધી પહોંચી શકે છે.

(CM રૂપાણી અને ગૃહમંત્રીના ઈશારે ડીસીપી રાઠોડ મા-બહેનની ગાળો આપી રહ્યા છેઃ હાર્દિક પટેલ)


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: income tax department raid at entry operators of ahmedabad, found a 10 crore cash
(News in Gujarati from Divya Bhaskar)