Loading...

ઉપવાસી છાવણીમાં જઈને ઉત્તરાખંડના પૂર્વ CM રાવતે કહ્યું, હાર્દિકનું જીવન લોકતંત્ર માટે જરૂરી

દેશનો સૌથી મોટો દુશ્મન રહેતો હોય તેમ પોલીસે આખા વિસ્તારને છાવણી બનાવી: હરીશ રાવત

Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 05:39 PM

અમદાવાદ:  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે તેને મળવા સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકતંત્ર માટે હાર્દિકનું જીવન જરૂરી છે.  રાવત બાદ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીના અજીત જોગીના પુત્ર  અને હાલ છત્તીસગઢના ધારાસભ્ય અમિત જોગી હાર્દિકની મુલાકાત લીધી હતી અને પોતાનું સમર્થન આપ્યું હતું. સાથે જ છત્તીસગઢની જનતા તમારી સાથે છે એવું લખાણવાળું ખેડૂતની છબી હાર્દિકને મોમેન્ટોરૂપે આપી હતી. છેલ્લે ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર હાર્દિકની મુલાકાત લઈને તેને સમર્થન આપ્યુ ંહતું.

હાર્દિકને મળી હરીશ રાવતે કહ્યું,

- હાર્દિકની માંગણીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખબર છે
- ગાંધીવાદ અને સ્વતંત્રતાના મૂલ્યો માટે જે લડે છે તેના માટે હાર્દિકની જરૂરિયાત છે
- પાટીદાર જન આંદોલનને કચડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે
- હાર્દિકનું જીવન દેશ માટે મહત્વનું છે
- હાર્દિકને મારી અપીલ છે તેનું જીવન પાટીદાર સમુદાય અને લોકો માટે જરૂરી છે
- ગુજરાતથી લઇ હરિયાણા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આંદોલન ચાલી રહ્યા છે
- કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે દેવા માફીનું એલાન કર્યું છે
- આ વિસ્તારને પોલીસ છાવણી બનાવી નાખી છે, એવું લાગે છે કે દેશનો સૌથી મોટો દુશ્મન અહીં રહે છે
- અનશન પર બેસવાની ના ન પાડી શકાય, લોકશાહીનું હનન છે આ
- નજર કેદ જેવી સ્થિતિ છે, આ ગુજરાતીઓનું પણ અપમાન છે
- મેદાન બદલે હાર્દિક રેલી ધરણા અને પ્રદર્શન કરે
- દરેક રાજનીતિક પક્ષ આગળ આવે
- સરકાર ઈચ્છે છે કે હાર્દિકની કિડની અને લીવર ખરાબ થાય 
- ગુજરાતના દરેક સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવે અને હાર્દિકનું જીવન બચાવે
- મારું મન કહે છે કંઈક સારું થશે
- હાર્દિકના મનમાં દુઃખ છે કે તેને સાર્વજનિક ઉપવાસની મંજૂરી ના મળી
- પોતાને દંડ ના દે હાર્દિક
- મારી ભાવનાઓ ને સમજ્યા હશે હાર્દિક

 

3 માંગો સાથે ઉપવાસ પર હાર્દિક


હાર્દિકે ગઈકાલે તેના ભાઈને છાવણીમાં આવતા આવતા રોકતા રોષે ભરાયો હતો અને પોલીસને આડેહાથ લીધી હતી. ઉલ્લેખનીય છે કે પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી  અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિક  18 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.


પાટીદારો-મીડિયા-ધારાસભ્યોને પોલીસે રોકે છે


જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આરક્ષણનો મુદ્દો જટિલ હોઈ ખેડૂતોના દેવા મુદ્દે સરકારે કંઈ કર્યું નથી. હાર્દિકની ટીમ સાથે વાત કરી નથી. સરકાર નહીં સાંભળે આંદોલનનો બીજો રસ્તો અપનાવવો જોઈએ, પણ હાર્દિક પોતાની વાત પર અડગ છે. સરકાર પોતાનો ઈગો સાઈડમાં મૂકી ટેબલ ટોક માટે છાવણીની મુલાકાત લો. છેલ્લા કેટલાય દિવસથી હાર્દિક અનશન પર છે અને તેની તબિયત નાજુક થવાના સમાચાર મળે તો પાટીદારો મળવા આવે તો પાટીદારને, મીડિયાને ધારાસભ્યોને રોકવામાં આવે છે. પોલીસના અધિકારીઓનો આ સ્વભાવ બરાબર નથી તેનો સખ્ત શબ્દમાં વિરોધ કરું છું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: hardik patels indefinite fast continues on day 18 today national leader meet him
(News in Gujarati from Divya Bhaskar)