Loading...

CM રૂપાણી અને ગૃહમંત્રીના ઈશારે ડીસીપી રાઠોડ મા-બહેનની ગાળો આપી રહ્યા છેઃ હાર્દિક પટેલ

ઉપવાસ છાવણી પર લોકોને આવતા રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છેઃ હાર્દિક પટેલ

Divya Bhaskar Sep 11, 2018, 03:37 PM

અમદાવાદઃ 9 સપ્ટેમ્બરના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ એસ.જી.વી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન હાર્દિકે ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ મુક્યો હતો. ત્યાર બાદ આજે હાર્દિકે ટ્વિટ કરી ડીસીપી રાઠોડને નિશાન બનાવી સીધો આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાઠોડને ગમે તે હદ સુધી જવાની છૂટ આપી છે. અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. જેના કારણે રાઠોડ ઉપવાસ આંદોલન તોડવા અને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે.

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાઠોડને મને મારવાનું કામ સોંપ્યું


હાર્દિક પટેલે ટ્વિટ કરી લખ્યું કે, ખેડૂતો અને સમાજ માટે લડી રહ્યા છીએ અને અમદાવાદ ડીસીપી રાઠોડ અમારા આંદોલનકારીઓને કહે છે કે, તું આતંકવાદી છે, આ ડીસીપી રાઠોડ ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના નજીકના છે. છેલ્લા 18 દિવસોથી અમારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ડીસીપીએ અમારા લોકોને કહ્યું કે, આજે હરીશ રાવતજીને પણ ચેક કરીને અંદર મોકલીશું. ઉપવાસ છાવણી પર લોકોને આવતા રોકવા માટે ડીસીપી રાઠોડે તમામ હદો વટાવી દીધી છે. અમારા આંદોલનકારીઓને માં-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. ખાખીની મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને તમામ હદો વટાવવાની મંજુરી આપી છે. ઉપવાસ આંદોલનને તોડવા અને રોકવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવા અને મારા સાથીઓને ધમકાવવાનું કામ આપ્યું છે. મારા નિવાસ પર આવી રહેલા લોકોને રોકવા માટે બધું જ કરવા માટે તૈયાર છે. ગુજારત હાઈકોર્ટમાં પણ ડીસીપી રાઠોડ ખોટું બોલે છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: hardik patel says cm rupani and home minister give a free hand rathod to end strike
(News in Gujarati from Divya Bhaskar)