સરકારે મચક ન આપી છતાં હાર્દિકના પારણાં, 6 સંસ્થાની બેઠકમાં ઉપવાસ મુખ્ય મુદ્દો

લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર

Divyabhaskar.com Sep 12, 2018, 04:03 PM IST

અમદાવાદ: સરકારે ઉપવાસી હાર્દિક પટેલની એક પણ માંગ નહીં સ્વીકારી તેમ છતાં હાર્દિકે બુધવારે બપોરે પારણાં કરી લીધા હતા. જો કે, આ પૂર્વે સોલા ઉમિયા ટ્રસ્ટ ખાતે પાટીદારોની 6 મુખ્ય સંસ્થાના અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં લલિત વસોયા, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા કરી હતી.  

 

19 દિવસથી હાર્દિક હતો ઉપવાસ પર 


હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. ત્યારે ખોડલધામ-ઉમિયાધામનાં પ્રમુખોએ આજે હાર્દિકને પારણા કરાવવાનું નક્કી કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નેરશ પટેલે હાર્દિકને પારણા કરાવ્યા હતા. 


લાલજી પટેલ પણ આઠ માંગ સાથે રણશિંગુ ફૂક્યું


મંગળવારે એસપીજી પ્રમુખ લાલજી પટેલે સરકાર સામે રણશિંગુ ફૂંકતા આઠ માંગણીઓ સાથે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.  ત્યારબાદ પાટીદારોની અગ્રણી સંસ્થાઓના નિર્ણયને માન આપીને હાર્દિકને પારણાં કરાવવાનું ગોઠવાયું છે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું થઈ ગયા બાદ પુન: વધુ આક્રમક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે એમ તેઓનું કહેવું છે અને સરકાર સામે ફરી મેદાને પડવાનો નિર્ણય કરવામાં આવશે.

Share
Next Story

મહેમદાવાદ સિદ્ધિવિનાયકમાં ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવા આવનારા 1200 લોકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: hardik patel indefinite fast over without any demand complete by government
(News in Gujarati from Divya Bhaskar)