Loading...

હાર્દિકનું ઉપવાસ આંદોલન: પારણાથી સરકારને ખબર પડી ગઈ કે આ 'તલ'માં હવે તેલ નથી

સમાજના આગેવાનોએ હાર્દિકને જ સમજાવ્યો, સરકાર-સમાજના ધારાસભ્યોને કેમ દબાણ ન કર્યું?

Divya Bhaskar Sep 12, 2018, 04:45 PM
પાટીદાર સમાજ અને સરકારના સ્તરે જે ગજબની કૂનેહ દાખવવામાં આવી તે કાબિલે તારિફ રહી

મયંક વ્યાસ, અમદાવાદઃ અમે જ્યારે પણ જંગલમાં ફરવા કે ટ્રેક કરવા જતા ત્યારે અમારી સાથેના અનુભવી બીટ ગાર્ડ અચૂક અમને સાથે ડંગોરો એટલે કે ડંડો રખાવતા. તેમની સ્પષ્ટ

ડંડો જનાવરને મારવાની મૂર્ખામી ન કરવી નહિંતર તેને (જનાવરને) ખબર પડી જશે કે આ ડંડો તો ફક્ત અવાજ જ કરી જાણે છે,તેનાથી કાંઈ વાગતું-કરતું નથી. હાર્દિક પટેલના 19

દિવસના ઉપવાસ ડ્રામાના અંતે પણ કાંઈ આવું જ થયું હોય તેવો અહેસાસ થઈ જાય છે. આમ સરકારને હવે ખબર પડી ગઈ છે કે, આ 'તલ'માં તેલ નથી.

સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું


ગુજરાતના પાટીદાર યુવાનોને સરકારી નોકરીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ મળે તેમજ રાજ્યના ખેડૂતોનું બધું જ દેવું માફ કરી દેવાય તેવી માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિનો (PAAS) કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ 19 દિવસ દરમિયાન હાર્દિકે ક્યારેક પાણીનો ત્યાગ કર્યો તો પાછું પાણીના પારણા કર્યા, પાછો જળત્યાગ કર્યો અને ફરી પાણીના પારણા કર્યા અને આખરે બુધવારે બપોરે ઉપવાસના પારણા કરી દેવાનો નિર્ણય પોતે ટ્વીટ કરીને જાહેર કર્યો.

(3 સંસ્થાના પ્રમુખે પારણાં કરાવ્યા બાદ હાર્દિકે કહ્યું, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું)

હાર્દિકનો આ ઉપવાસ ડ્રામા 19 દિવસ ચાલ્યો અને તે દરમિયાન હાર્દિકના મોરચે જે ડ્રામેબાજી થઈ તે સહુએ જોઈ. પરંતુ અન્ય બે મોરચે એટલે કે પાટીદાર સમાજ અને સરકારના સ્તરે જે

ગજબની કૂનેહ દાખવવામાં આવી તે કાબિલે તારિફ રહી. આ આંદોલન પ્રકરણ બાદ હાર્દિકનું શું થશે તે તો હવે સમય જ દેખાડશે, પરંતુ સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું

અને બીજા પક્ષે સરકારને પણ હવે હાર્દિકની બીક દૂર થઈ ગઈ છે તે નક્કી છે.

શું આરોગ્ય કથળશે તેની હાર્દિકને અગાઉથી ખબર નહોતી?


હાર્દિકે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું તે પહેલાં તેણે પાસના નેતાઓ અને આ ઉપવાસ કેટલા દિવસ સુધી ચાલી શકે અને તેનાથી તેના આરોગ્ય પર શી અસર થઈ શકે તે બાબતે પોતાના તબીબ કાર્યકરો સાથે પણ ગહન ચર્ચા કરી હતી. શરૂઆતમાં હાર્દિકને જે સપોર્ટ મળ્યો અને સામે પક્ષે સરકારે કોઈ મચક ન આપી તો તેના પગલે તેણે પાણીનો પણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ બે દિવસમાં જ ગઢડાના એસપી સ્વામીએ આવી, સમજાવીને હાર્દિકને પાણીના પારણા કરાવ્યા. વળી પાછું દસ દિવસ બાદ હાર્દિકે પાણીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું પરંતુ તે વખતે જનતાદળના નેતા શરદ યાદવના હસ્તે પાણીના પારણા કર્યા. જો કે, 19 દિવસ સુધી પોતાના ઉપવાસને કારણે પણ ગુજરાતની સરકારના પેટનું પાણીય હલી રહ્યું નથી તેવો હાર્દિકને અહેસાસ થયો હોઈ શકે છે. અલબત્ત, ઉપવાસના પારણા કરવા માટે હાર્દિકે સમાજના આગેવાનોએ પોતાના આરોગ્ય અંગે જતાવેલી ચિંતાનું કારણ ધર્યું છે, તો આ ચિંતા તો ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પણ જોવા મળી હતી અને પાટીદાર સમાજની તમામ છ અગ્રણી સંસ્થાઓએ હાર્દિકને આરોગ્યનું કારણ ધરીને ઉપવાસના પારણા કરી લેવા સમજાવ્યો હતો. આમછતાં હાર્દિક તે સમયે ટસનો મસ નહોતો થયો. તો પછી હવે આમ એકાએક આરોગ્ય કથળવાનું કારણ આપીને ઉપવાસના પારણા કરી લીધા તે કળી ન શકાય તેવી બાબત છે. જો આ જ કારણ હતું તો હાર્દિકે અઠવાડિયામાં જ શા કારણે સમાજના આગેવાનોની વાત સાંભળી નહીં અને તે સમયે જ કેમ પારણા ન કરી લીધા તે બાબત સમજાય તેવી નથી.

આગળ જાણો સમાજના આગેવાનોએ હાર્દિકને જ સમજાવ્યો, સરકાર-સમાજના ધારાસભ્યોને કેમ દબાણ ન કર્યું? અને સરકારે કેવી રીતે આંદોલન સમેટાવવામાં સફળતા મેળવી તે અંગેની વિગતો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: gujarat government got success to end hardik patel fast strategically
(News in Gujarati from Divya Bhaskar)