મર્ડર / પહેલા પતિએ બીજા પતિની ચપ્પાના 13 ઘા ઝીંકી હત્યા કરી

  • વાસણાની ઘટનામાં પોલીસે નાસી છૂટેલા હત્યારાની ધરપકડ કરી
  • હત્યારાએ બપોરે ધમકી આપી હતી કે હું તને સાંજે મારી નાખીશ
Divyabhaskar.com Apr 18, 2019, 11:48 AM IST

અમદાવાદ: 'તેં મારી પત્નીને તારા ઘરમાં બેસાડી છે, હું તને સાંજ સુધીમાં મારી નાખીશ'. કહીને મહિલાના પતિને તેના પહેલા પતિએ ધમકી આપી હતી. તે જ દિવસે રાતે તેના ઘરે જઈને પહેલા પતિએ પત્નીની નજર સામે જ બીજા પતિને ચપ્પાના 13 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂંટયો હતો. પોલીસે ફરિયાદના આધારે હત્યારા પતિને ઝડપી લીધો હતો.
પત્ની સાથે બીજો પતિ બેઠો હતો ત્યારે બનાવ બન્યો :  વાસણાના ગણેશનગરમાં રહેતા નીલેશભાઈએ બીજા લગ્ન શર્મિલા સાથે કર્યા હતા. જો કે શર્મિલાના પણ બીજા લગ્ન હતા. શર્મિલાના પહેલા લગ્ન સંજય ડાભી સાથે થયા હતા. મંગળવારે નીલેશ અને શર્મિલા બહાર જતાં હતાં ત્યારે સંજયે નીલેશને રોકી ઝઘડો કરી ધમકી આપી હતી કે 'તેં મારી પત્નીને તારા ઘરમાં બેસાડી છે, હું તને સાંજ સુધીમાં મારી નાખીશ.' ત્યારબાદ રાતે 8 વાગ્યે રાતે નીલેશ અને શર્મિલા સીડી પાસે પલંગ ઢાળીને બેઠા હતા ત્યારે સંજય અને તેનો ભાઇ બાબુ આવી નીલેશને ચપ્પાના 13 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દોઢ વર્ષથી પહેલો પતિ ધમકી આપતો હતો: સંજય બપોરે જ્યારે નીલેશને ધમકી આપીને ગયો ત્યારબાદ નીલેશના પરિવારના સભ્યોએ નીલેશને બેસાડીને વાત કરતા તેણે કહ્યું હતુ કે છેલ્લા દોઢ વર્ષથી સંજય અવાર નવાર શર્મિલા બાબતે તેની સાથે ઝઘડો કરતો હતો અને ધમકી આપતો હતો, પરંતુ આ પહેલા નીલેશે તેના પરિવારને સંજય ધમકી આપતો હોવાની કોઇ વાત કરી નહોતી.
Share
Next Story

અમદાવાદ / પોલીસ રાજકીય સભાઓને મંજૂરી આપે છે પણ હનુમાન જયંતીના ભંડારા માટે નહીં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: first husband killed second one in ahmedabad
(News in Gujarati from Divya Bhaskar)