અમદાવાદ / પોલીસ રાજકીય સભાઓને મંજૂરી આપે છે પણ હનુમાન જયંતીના ભંડારા માટે નહીં

  • નેતાઓ સામે નતમસ્તક થતી પોલીસ સામાન્ય લોકોની કનડગત કરે છે
Divyabhaskar.com Apr 18, 2019, 12:56 PM IST

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો અમદાવાદના જાહેર માર્ગો પર જાહેર સભાઓ યોજી રહ્યા છે. પોલીસ આ રાજકીય સભાઓ માટે પરમિશન આપી રોડ પર ટ્રાફિક પણ બંધ કરાવી દે છે. પરંતુ જો ભગવાનનો ભંડારો હોય તો પોલીસ ટ્રાફિકનું બહાનું આગળ ધરી મંજૂરી આપતી નથી. હનુમાન જયંતી નિમિત્તે નારોલ સર્કલ પાસે રાખેલા ભંડારા માટે દાણીલીમડા પોલીસે પણ ટ્રાફિકનું બહાનું બતાવી પરમિશન આપી નથી. આ ભંડારા માટે જ્યારે બે યુવકો પરમિશન લેવા ગયા ત્યારે તે જગ્યાએ રોડ પર ટ્રાફિક થાય તેવું કહી પરમિશન આપી નહીં. ત્યારબાદ આ બંને યુવકે બીજાને પરમિશન આપો તો ટ્રાફિકને અડચણ નથી થતું તેમ કહી રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આમ નેતાઓ સામે નતમસ્તક થતી પોલીસ સામાન્ય લોકોને ધમકાવી વિના કારણે ગુનો નોંધી કનડગત કરી રહી છે.

રાહદારીઓ અને વાહનોના અવરજવરમાં તકલીફ પડે તેમ કહી પરમિશન ન આપી 

આવતીકાલે(19 એપ્રિલ) હનુમાન જયંતી હોવાથી નારોલ સર્કલ પાસે આવેલા હનુમાનજીના મંદિરે ભંડારો રાખવામાં આવ્યો છે. ભંડારા માટે પરમિશન લેવા ગોમતીપુરમાં રહેતા બળદેવ વાઘેલા અને લાંભામાં રહેતા જગદીશ સોલંકી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવા ગયા હતા. બંનેએ પોલીસ સ્ટેશનમાં રાજેશ અને વજાભાઈ નામના કોન્સ્ટેબલને પરમિશન અંગેની વાત કરી ત્યારે બંને કોન્સ્ટેબલે આ મંદિર જાહેર રોડ પર આવેલું છે અને જાહેર રોડ પર પરમિશન આપીએ તો રાહદારીઓ અને વાહનોના અવરજવરમાં તકલીફ પડે તેમ કહી બીજે ભંડારો રાખવા કહ્યું હતું. ત્યાર બાદ બળદેવ અને જગદીશે પીઆઈ વી.આર વસાવાને પણ રજૂઆત કરતા તેઓએ ત્યાં માણસો નહીં સમાઈ શકે તેમ સમજાવી પરમિશન આપવાની ના પાડી દીધી હતી.


પરમિશન નથી અપાઈ: પીઆઈ વી.આર. વસાવા

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. વસાવાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે તેઓએ 4000 લોકોના જમણવાર માટે પરમિશન માંગી હતી. મંદિર પાસે રોડ પર તેટલા લોકો સમાય તેવી જગ્યા નથી. જેથી પરમિશન આપવામાં આવી નથી.

Next Story

અમદાવાદનો 'Monkey Man': છેલ્લાં 10 વર્ષથી દર સોમવારે વાંદરાઓને 1700થી વધુ રોટલીઓ ખવડાવે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Danilimda Police give permission for political sabha but denied for bhandara on hanuman jayanti
(News in Gujarati from Divya Bhaskar)