છારાનગરની હિંસામાં JCP સહિત 6 પોલીસ અધિકારીને કોર્ટનું સમન્સ

તમામને 11 ઓક્ટોબરે હાજર રહેવા આદેશ, કોર્ટે નોધ્યું કે પોલીસે કાયદાથી વિપરીત અધિકારનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો

Divyabhaskar.com Sep 12, 2018, 02:42 AM IST

અમદાવાદ: 27 જુલાઇની છારાનગરમાં પોલીસે 3 એડવોકેટ સહિત સ્થાનિક લોકોને ઢોર માર મારવાના કેસમાં એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.એસ.સિદ્દીકીએ જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવ સહિતના પોલીસ અધિકારીઓને સમન્સ  કાઢી 11 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો  છે. કોર્ટે નોંધ્યું હતું કે, પોલીસે કાયદાથી વિપરીત ખોટા અધિકારોનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદ મુજબનો ગુનો કર્યાની પ્રથમ દર્શનીય હકીકત જણાઇ આવે છે.

 

27 જુલાઇની રાત્રે પોલીસે સ્થાનિકોને ઢોર માર માર્યો હતો 

 

 ગત 27 જુલાઇની મોડી રાતે સરદારનગર પીએસઆઇ ડી.કે.મોરી અને તેમના સ્ટાફના માણસો રેડ પાડવાના ઇરાદે છારાનગરમાં ગયા હતા. એ વખતે માથાકૂટ થતાં મોરીએ કંન્ટ્રોલ મેસેજ કરી પોલીસ ફોર્સ બોલાવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 25 થી વધુ પોલીસની ગાડીઓ છારાનગરમાં આવી હતી. અને સ્થાનિક લોકોને ઢોર માર મારી  અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો.


પોલીસ દમનનો ભોગ બનેલા એડવોકેટ મનોજ તંમચે મેટ્રો કોર્ટમાં જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવ, ડીસીપી શ્વેતા શ્રીમાળી, પીઆઇ આર. એન.વીરાણી, પીએસઆઇ ડી.કે.મોરી, જે.જે.ધિલ્લોન  અને ડી.જી.પટેલ વિરુધ્ધ ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ અને અનિલ કેલ્લાએ રજૂઆત કરેલી કે, સરદારનગર પોલીસે રેડ પાડવાના બહાને છારાનગરમાં ગઇ હતી. ત્યારે માથાકૂટ થતાં પીએસઆઇ મોરીએ પોલીસ ફોર્સ બોલાવ્યો હતો. પોલીસે નિર્દોષ લોકોને માર મારી વાહનોની તોડફોડ કરી હતી. પોલીસે એડવોકેટ મનોજ તંમચે તેમી પત્ની અનિતાબેન અને પુત્રોને વગર વાંકે મારી મારી તેમના વાહનો તોડી નાંખ્યા હતાં. પોલીસના મારથી એડવોકેટને અને તેમના પત્ની હાથમાં ફેકચર થયું હતું.

 


પોલીસે તેમની ખોટી રીતે ધરપકડ કરી ગેરકાયદે રીતે લોકઅપ ગોંધી રાખી કાયદાથી વિપરીત ખોટા અધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ગુજારેલા અમાનુષી અત્યાચાર અંગેના સીસીટીવી ફુટેજ, મોબાઇલ વિડીયો, સીડી, પેન ડ્રાઇવ તેમજ મેડિકલ પુરાવા જોતા આરોપીઓ સામે પ્રથમ દર્શનીય ગુનો બનતો હોઇ સમન્સ કાઢી કાનૂની કાર્યવાહી કરવી ન્યાયના હિતમાં છે. 

Share
Next Story

બાબા સાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિકને મળીને કહ્યું, સરકાર સમાજમાં વિદ્રોહ કરાવી સત્તા મેળવવા માંગે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Court summons 6 police officers including JCP in ChharaNagar violence
(News in Gujarati from Divya Bhaskar)