Loading...

જન્મ જયંતી:ગુજરાતના પહેલા CM જહાજ તૂટતા 30 કલાક ઠંડા પાણીમાં તરતા રહ્યા હતા

અમરેલીના ટાવર ચોકમાં મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા અને એમ.ડી.માં ગોલ્ડ મેડલિસ્ટ બન્યા હતા

Divya Bhaskar Aug 29, 2018, 03:01 PM
ડૉ.મહેતા મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા

અમદાવાદઃ આજે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાની જન્મ જયંતી છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1887ના રોજ અમરેલીના આર્થિક રીતે નબળાં પરિવારમાં જન્મેલા જીવરાજ મહેતાનું બાળપણ સંઘર્ષમય રહ્યું હતું. તેઓ પ્રમાણિક અને સાહસી હતા. જેમાં લંડન જતી વખતે સ્ટીમરમાં ગાબડું પડતા 30 કલાક સુધી લાઈફ બોટના સહારે ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા હતા અને બચીને બહાદુરી પૂર્વક બહાર નીકળ્યા હતા.

મ્યુનિસિપાલિટીની બત્તી નીચે વાંચીને બન્યા ડૉક્ટર

અમરેલીમાં એક ટાવર ચોક છે. મ્યુનિસિપાલિટીની બત્તી નીચે બેસીને રાત્રે તેઓ વાંચતા હતા. મેટ્રિક પણ અમરેલીમાંથી જ થયા હતા. ત્યાર પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. વર્ષ 1904માં મુંબઈની મેડિકલ કોલેજમાં તેમણે એમબીબીએસની સમકક્ષ ગણાતા લાયસન્સ- મેડિસિન અને સર્જરીનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ 1907માં 94 ટકા માર્ક્સ સાથે આખી કોલેજમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા હતા. ભણતાં ભણતાં તેઓ મજૂરોની સારવાર માટે જતા હતા.

સાદગીનું ઉત્તમ ઉદાહરણ

1909માં સર મંગળદાસ નાથુભાઈ ટ્રાવેલિંગ ફેલોશિપ લઈને તેઓ લંડન ભણવા ગયા. વધુ અભ્યાસ માટે તાતાની સ્કોલરશિપ મળી હોવા છતાં લંડનમાં સાદાઈથી રહેતા હતા. કરકસર કરતાં. કપડાં ઈસ્ત્રી કરાવવા ન પડે તે માટે તેની ગડી વાળી ઓશિકા નીચે મૂકતા. 1914માં એમ.ડી.માં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા અને ગોલ્ડ મેડલ મેળવ્યો.

જહાજ તૂટ્યા બાદ 30 કલાક ઠંડા પાણીમાં રહ્યા


1915માં તેઓ ભારત આવ્યા. મુંબઈમાં તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. મહિને 3થી 4 હજારની પ્રેક્ટિસ છતાં રતન તાતા બીમાર પડતાં ઋણ મુક્તિ માટે પ્રેક્ટિસ છોડી તેઓ તાતાના અંગત તબીબ તરીકે સ્ટીમરમાં લંડન જવા રવાના થયા. રસ્તામાં ભારે દરિયાઈ વાવાઝોડું આવ્યું. સ્ટીમર કોઈ ખડક સાથે અથડાતાં તેમાં ગાબડું પડયું. સ્ટીમર ડૂબવા લાગી. લાઈફ બોટના સહારે 30 કલાક સુધી તેઓ ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા. પવન અને ઠંડીના કારણે તેમને ફેફસાંનું દર્દ થયું અને એક ફેફસું કઢાવવું પડયું. ભારત પાછા આવ્યા બાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવી તેમના અંગત ડૉક્ટર તરીકે નિમણૂંક કરી.

લગ્ન અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

આ દરમિયાન તેમણે ગાયકવાડના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સલેર હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યાં. 1925થી 1942 સુધી શેઠ ગોરધનદાસ મેડિકલ કોલેજ અને કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીન તરીકે સેવાઓ આપી. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા.

(આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે ઉપવાસી હાર્દિક શારીરિક રીતે અશક્ત થયો, ઊઠીને ચાલી શકતો નથી)

આગળ જાણો ડૉ.જીવરાજ મહેતાએ ગુજરાતના કરેલા વિકાસ, પ્રમાણિકતા અને બીજી વિગતો

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Birth Anniversary: gujarat first chief minister jivraj mehta life story
(News in Gujarati from Divya Bhaskar)