Loading...

લૂંટ / ચાંદખેડામાં અસામાજીક તત્વોનો આતંક, રેસ્ટોરાં-દુકાન માલિકને માર મારી લૂંટ ચલાવી

  • ત્રણ અસામાજીક લોકોએ જમ્યા બાદ પૈસા ન આપ્યા
     
Divyabhaskar.com Apr 18, 2019, 01:37 PM IST

અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના બની છે. રેસ્ટોરાંમાં જમવા આવેલા ત્રણ શખ્સોએ જમ્યા બાદ પૈસા આપ્યા ન હતા. ત્રણેયે માલિક તેમજ બાજુમાં આવેલી દુકાનવાળાને માર મારી તોડફોડ અને લૂંટ કરી હતી. ચાંદખેડા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે

ત્રણેયએ બાજુની દુકામન પણ મારામારી કરી: ચાંદખેડા વિસ્તારમાં કેબી રોયલ કોમ્પ્લેક્સમાં આવેલ ભોલેનાથ ચવાણા અને રેસ્ટોરાંમાં ગઈકાલે બપોરે સંજય ઉફે વસૂલી, પાર્થ બારોટ અને અન્ય એક શખ્સ રેસ્ટોરાંમાં જમવા માટે આવ્યા હતા. જમ્યા બાદ તેઓએ પૈસા આપ્યા ન હતા. પૈસા માંગતા ત્રણેય દુકાન માલિક જાનથી મારી નાખવાની ધમકી આપી ગલ્લામાંથી પૈસાની લૂંટ કરી હતી. ઉપરાંત બાજુમાં આવેલી દુકાનમાં પણ મારામારી કરી લૂંટ ચલાવી હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. ચાંદખેડા પીઆઈ બી.કે ગમારે જણાવ્યું હતું કે આરોપીઓ અસામાજિક તત્ત્વો છે અગાઉ પણ તેમની સામે ગુના નોંધાયેલા છે.

Share
Next Story

અમદાવાદ / 10 ટીવી ચાલુ કરો તો મોદી જ દેખાય છે, હાલ ખુલ્લા વિચારે તમે કંઈ જ કહી શકતા નથીઃ પિત્રોડા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: attack and robbery in restaurant in ahmedabad
(News in Gujarati from Divya Bhaskar)