Loading...

આ અમદાવાદી છે વિશ્વ વિખ્યાત મેનેજમેન્ટ ગુરૂ, ગૂગલના સર્ચ એન્જિન પર બન્યા હતા નંબર 1

100 મલ્ટીનેશનલ કંપનીમાં ટ્રેઈનર તરીકે સેવા આપનાર તેઓ એક માત્ર વ્યક્તિ છે

Divya Bhaskar Aug 29, 2018, 06:57 PM
નરેન્દ્ર મોદી સાથે શૈલેષ ઠાકર

અમદાવાદઃ 30 ઓગસ્ટના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે અમદાવાદી મેનેજમેન્ટ ગુરુ ડૉ.શૈલેષ ઠાકરનું સન્માન કરવામાં આવશે. તેઓ વિશ્વના ટોપ 30 મેનેજમેન્ટ ગુરુમાંના એક માત્ર ભારતીય છે.

મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા ડૉ. શૈલેષ ઠાકર વર્ષ 2008માં વર્ડ પ્રેસ બ્લોગ રાઈટીંગ શીખ્યા હતા.માત્ર એટલું જ નહીં, ગૂગલ પણ તેમને નંબર 1 તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. તેઓ ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગ ઓફ વર્લ્ડ, ગૂગલના સર્ચ એન્જિન પર 650 મિલિયન કી વર્ડ્સના ટ્રાફિકમાં નંબર વન છે. તેમણે 650 મિલિયન કી વર્ડ્સના સતત ધમધમતા ટ્રાફિકમાં નંબર 1 તરીકેનું સ્થાન મેળવ્યું હતું.

4 હજારથી વધુ લીડર્સને આપી છે તાલીમ

ડૉ. શૈલેશ ઠાકર દ્વારા લખવામાં આવતા 'ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગ'ને આખું વિશ્વ વાંચે છે. આ ઉપરાંત શૈલેષ ઠાકરને અમેરિકન સ્પીકર એસોસિયેશનના શ્રેષ્ઠ સ્પીકર તરીકે પણ માન્યતા મળેલી છે. તેમજ 100 મલ્ટીનેશનલ કંપનીમાં ટ્રેઈનર તરીકે સેવા આપનાર તેઓ એક માત્ર વ્યક્તિ છે અને દેશ-વિદેશમાં 4 હજારથી વધુ લીડર્સને તાલીમ આપી જ્ઞાનબદ્ધ કરવાનું બહુમાન પણ તેમના ફાળે જાય છે.

મેટ મુલનવેગ એવોર્ડથી કરાશે સન્માનિત


ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડૉ. શૈલેશ ઠાકરનું સન્માન અમેરિકન ઓનલાઈન સોશિયલ મીડીયા આંત્ર્યપ્રિનિયોર અને વેબ ડેવલપર તરીકે જાણીતા મેટ મુલનવેગ(Matt Mullenweg) પ્રતિષ્ઠિત એવોર્ડથી હસ્તે થશે. 30 ઓગસ્ટના રોજ અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ ખાતે યોજાનારા યોજાનારા આ કાર્યક્રમમાં એસ.બી.આઈ ફાઉન્ડેશનના નિક્સન જોસેફ, ગૂગલ બિઝનેસના ફાઉન્ડર મિતેશ સંઘવી, સાલ ગ્રુપના ચેરમેન ડૉ. રાજેન્દ્ર શાહ પણ ઉપસ્થિત રહેશે.

આ એક સાધના છેઃ ડૉ. શૈલેષ ઠાકર

આ સન્માન અંગે ડૉ. ઠાકર કહે છે કે,'અમદાવાદમાં જન્મ્યો છું, અમદાવાદી છું, મેં વૈશ્વિક સફર કરી છે, મારા જન્મ સ્થળે 13થી વધુ સંસ્થાઓની ઉપસ્થિતિમાં મારું સન્માન થઈ રહ્યું છે, તે મારા માટે આનંદની વાત છે. ક્રિએટીવિટી, થિંકિંગ, નોલેજ અને વિઝડમ જેવા વિષયો પર કામ કરતા કરતા ખૂબ આનંદ થયો છે. વિચાર, ટેકનોલોજી અને માનવ સમૂદાયનો આ સમન્વય છે. આ એક સાધના છે, મન સાથેનો સંઘર્ષ છે.'

(Birth Anniversary:ગુજરાતના પહેલા CM જહાજ તૂટતા 30 કલાક ઠંડા પાણીમાં તરતા રહ્યા હતા)


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ahmedabads management guru will be honoured with Matt Mullenweg award
(News in Gujarati from Divya Bhaskar)