Loading...

બાપુના બે ચહેરાવાળા સ્ટેચ્યૂનો વિવાદ, તુષાર ગાંધીએ તોડી પાડવા કહ્યું

દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશને મોહનથી મહાત્માની સફરને ઉજાગર કરતું સ્ટેચ્યૂ મુકાયું છે

Divya Bhaskar Jun 09, 2018, 01:53 AM
અમદાવાદ: દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશને મોહનથી મહાત્માની સફરને ઉજાગર કરતું સ્ટેચ્યૂ મુકાયું છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇ કમિશનર રૂચિરા કમ્બોજે આ સ્ટેચ્યૂની તસવીર મૂકી લખ્યું હતું કે, આ એક અનન્ય અજાયબી છે. તો બીજીબાજુ આ સ્ટેચ્યૂને તોડી પાડવા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વીટ કરતાં વિવાદ સર્જોયો છે. સ્ટેચ્યૂમાં એક બાજુએ યુવાન મોહનદાસ ગાંધી છે તો બીજી તરફ મહાત્મા બનેલા ગાંધી છે. તુષાર ગાંધીએ ટ્વીટ કરી રોષ ઠાલવ્યો હતો કે, પીટર મેરિત્સબર્ગ સ્ટેશને મૂકવામાં આવેલું બાપુનું સ્ટેચ્યૂ એક દુ:સ્વપ્ન સમાન છે. બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: બાપુના બે ચહેરાવાળા સ્ટેચ્યૂનો વિવાદ, તુષાર ગાંધીએ તોડી પાડવા કહ્યું | abandoned statue of Mahatma Gandhi at the railway station Peter meritsabarga
(News in Gujarati from Divya Bhaskar)