Loading...

CCTVથી અપાતા હેલ્મેટ-સીટ બેલ્ટના મેમો હાલ બંધ: હવે સ્ટોપલાઈન, નો-પાર્કિંગના ઈ-મેમો મળશે

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના CCTVથી 10 દિવસમાં સ્ટોપલાઈનના 40 હજાર મેમો અપાયા

Divya Bhaskar Aug 05, 2018, 02:49 AM

અમદાવાદ: સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ દ્વારા લગાવાયેલા 82 જંકશન પર લગાવાયેલા 226 કેમેરાનો ઉપયોગ શહેર પોલીસ દ્વારા સૌથી વધારે હેલ્મેટ અને સીટ બેલ્ટના ઇ-મેમા જનરેટ કરવા કરાયો હતો. જે હાલ બંધ કરી સીસીટીવી કંટ્રોલ દ્વારા ‘નો પાર્કિંગ’ના મેમાં ઇસ્યુ કરવા પર ‌વધારે ભાર મુકાયો છે. જ્યારે કે સ્માર્ટ સીટી અંતર્ગત લગાવાયેલા કેમેરા દ્વારા માત્ર સ્ટોપલાઇનના દંડ આપવાની કામગીરી 10 દિવસથી શરૂ કરાઇ દીધી છે. 10 દિવસમાં રૂ. 40 હજાર ઇ મેમો ઇસ્યુ કરાયા છે. હાલ 4 જંકશન પર ઇ મેમો ઇસ્યુ કરવાની કામગીરી કરાઈ રહી છે.


હાઇકોર્ટની ફટકાર બાદ હાલ ટ્રાફિક નિયમનની કામગીરી પર ભાર મુકાઇ રહ્યો છે. જેથી આ કંટ્રોલ રૂમની કામગીરીમાં થોડો ફેરફાર કરાયો છે. સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સૌથી વધારે હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનારા લોકોને ઇ-મેમો જનરેટ કરાતા હતા. જેને હાલ પુરતા બંધ કરી નો પાર્કિંગના ઇ-મેમો ઇસ્યુ કરવાની કામગીરી ચાલે છે. સ્માર્ટ સિટી હેઠળ લાગેલા કેમેરાનો ઉપયોગ માત્ર સ્ટોપલાઇન પરનો દંડ વસૂલવા કરાઈ રહ્યો છે. હાલ કલગી, લો ગાર્ડન , એનએફડી, શ્યામલ એમ ચાર જંકશન પર 26 જુલાઇથી સ્માર્ટ સિટી અંર્ગત સ્ટોપલાઇન ભંગના 40 હજાર ઇ મેમો જનરેટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1.43 લાખનો દંડ વસુલ્યો છે.

હેલ્મેટ-સીટ બેલ્ટનો દંડ સ્થળ પર જ

સીસીટીવી દ્વારા જનરેટ થતા હેલ્મેટ અને સીટ બેલ્ટના ઇ મેમામાં કારચાલકને હેલ્મેટનો અને સ્કૂટર ચાલકને સીટ બેલ્ટનો દંડ જનરેટ થયાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે થોડા સમય માટે ઇ મેમો બંધ કરી સ્થળ દંડ શરૂકર્યો છે. જ્યારે કે સીસીટીવી દ્વારા નો-પાર્કિંગ પર ભાર મુકાઇ રહ્યો છે.

- 75 હજાર ઇ-મેમો 15 એપ્રિલથી અત્યાર સુધી જનરેટ કરાયા

- 22 હજાર મેમોનો જ દંડ ભરાયો છે

- 42 લાખ લાખ દંડ અત્યાર સુધી ભરાયો છે

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A helmet-seat belt memo from CCTV is currently closed
(News in Gujarati from Divya Bhaskar)