Loading...

મુંબઈ: મલ્ટિપ્લેક્સમાં ફૂડ-બેવરેજીસની કિંમતમાં 20%નો થયો ઘટાડો

બચાવ પક્ષની દલીલ થિયેટરમાં ખાવાનું લઈ જવું એ મૌલિક અધિકાર નથી

Divya Bhaskar Aug 09, 2018, 01:25 PM

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું કે મલ્ટિપ્લેક્સમાં બહારથી ખાવાનું લઈ જવાનું સલામતી માટે કેવી રીતે જોખમી છે? કોર્ટે કહ્યું કે વિમાનમાં પણ લોકો ઘરનું ખાવાનું લઈ જઈ શકે છે તો થિયેટરમાં કેમ નહીં?? મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કહ્યું હતું કે બહારનું ખાવાનું લઈ જવાની મંજૂરી આપવાથી સલામતી સંબંધી જોખમ પેદા થશે. મલ્ટિપ્લેક્સના પ્રતિબંધમાં સરકાર કોઈ દખલ નહીં કરે. જસ્ટિસ રંજિત મોરે અને અનુજા પ્રભુદેસાઈની બેન્ચે સરકારને પૂછ્યું કે અન્ય કોઈ જાહેર સ્થળ પર ઘરેથી અથવા ક્યાંયથી પણ ભોજન લઈ જઈ જવા પર પ્રતિબંધ નથી. સરકાર પણ માને છે કે સિનેમા હોલમાં બહારનું ખાવાનું લઈ જતા રોકવા સંબંધી કોઈ કાયદો નથી. ખાવાનું લઈ જવાથી થિયેટરમાં સલામતીનું શું જોખમ છે?


મલ્ટિપ્લેક્સ એસોસિયેશને કોર્ટને જણાવ્યું કે થિયેટર્સમાં પાણીની સુવિધા મફત છે. ત્યાં વેચાઈ રહેલા બધા પ્રકારના ફૂડ અને બેવરેજના ભાવ પણ 20 ટકા સુધી ઘટાડી દેવાયા છે. આ અંગે હાઈકોર્ટે કહ્યું કે તમારું કામ ફિલ્મ બતાવવાનું છે, ખાવાનું વેચવાનું નહીં. મલ્ટિપ્લેક્સ માલિકોએ કહ્યું - થિયેટરમાં ખાવાનું લઈ જવું મૌલિક અધિકાર નથી


હવે પછીની સુનાવણી 3 સપ્ટેમ્બરે
અરજીકર્તાના એડવોકેટ આદિત્ય પ્રતાપે બેન્ચને કહ્યું કે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે થિયેટરમાં બહારથી ખાવાનું લાવવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર તરફથી આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થયેલી છે. બેન્ચે તે અંગે કહ્યું કે સુપ્રીમ કોર્ટ શું કહે છે તે જોવું પડશે. આ અંગે 3જી સપ્ટેમ્બરે સુનાવણી થશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Twenty Percentage Rate Decrease In Multiplex Food Bevrage- Mumbai HC
(News in Gujarati from Divya Bhaskar)