મુંબઈ: સલમાન ખાનને ગેરકાયદે બાંધકામ માટે નોટિસ અપાઈ

સલમાન ખાન, તેની બહેનો અલવિરા અને અર્પિતા, ભાઈઓ અરબાઝ અને સાહિત તથા માતા હેલનની માલિકીના અધિકારો છે

Divyabhaskar.com Jul 09, 2018, 10:05 AM IST

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના પનવેલના ફાર્મહાઉસમાં અનધિકૃત બાંધકામ બાબતે તેના સહિત પરિવારના પાંચ અન્ય સભ્યોને રાજ્યના વન વિભાગે નોટિસ આપી છે. રાયગઢ જિલ્લાની અડીને આવેલા પનવેલમાં જ મિલકત ધરાવતા એક એનઆરઆઈએ ફરિયાદ કરી છે. 

 

નોટિસ પર કાયદેસર પ્રક્રિયા ચાલુ...

પનવેલના વજાપુર વિસ્તારમાં અર્પિતા ફાર્મ્સ નામે મિલકતના સલમાન ખાન, તેની બહેનો અલવિરા અને અર્પિતા, ભાઈઓ અરબાઝ અને સાહિત તથા માતા હેલનની માલિકીના અધિકારો છે. તેમને આપવામાં આવેલી નોટિસો પર કાયદેસર પ્રક્રિયા ચાલુ છે. પીટીઆઈએ સલીમ ખાનનો આ સંબંધે સંપર્ક કરતાં તેમણે બાંધકામ કરવા પૂર્વે યોગ્ય કાયદેસર કાર્યવાહીઓ પાર પાડવામાં આવી છે એમ જણાવ્યું હતું. અમારાં બાંધકામને નિયમસર બનાવવામાં આવ્યા છે. જરૂરી ફી ચૂકવી દીધી છે અને હવે કોઈ અનધિકૃત બાંધકામ નથી, એમ તેમણે જણાવ્યું હતું. 

 

વર્ષ 2017માં ગુનો દાખલ કરાયો હતો....

નોટિસ મુજબ સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરાયો હોવાથી વન ધારાનો ભંગ થયાનું ધ્યાનમાં આવતાં 21 નવેમ્બર, 2017ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોટિસમાં આ અનધિકૃત બાંધકામ કરવા અને વન ધારાનું ઉલ્લંઘન કરવા માટે તમારો આખો પરિવાર શા માટે જવાબદાર નથી તે વિશે ખુલાસો કરવા જણાવાયું છે. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ગુનો કરવા છતાં રાજ્ય અને કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરીને તમે બાંધકામ નિયમસર કર્યું છે. 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: MUMBAI-Notice to Salman Khan for illegal construction
(News in Gujarati from Divya Bhaskar)